Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

ડીસામાં કડકડતી ઠંડીમાં ચડ્ડી પહેરીને તસ્કરો ત્રાટક્યા :સોસાયટીના ત્રણ મકાનના તાળા તોડ્યા:CCTVમાં કેદ

ચડ્ડી પહેરીને તસ્કરો સોસાયટીમાં બિન્દાસ ફરી રહ્યા છે: વિસ્તારમાં ભયનો માહોલ

ડીસા : કડકડતી ઠંડીમાં ડીસામાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો છે. આ તસ્કોરોની મોડસ ઓપરેન્ડીની જો વાત કરીએ તો આ તસ્કરો ચડ્ડી પહેરીને ચોરી કરવા આવતા હોય છે. અને તમામ તસ્કરો સીસીટીવીમાં પણ કેદ થવા પામ્યા છે.

   સીસીટીવીમાં જોઈ શકાય છે કે કેવી રીતે ચડ્ડી પહેરીને આ તસ્કરો સોસાયટીમાં બિન્દાસ ફરી રહ્યા છે. આ સોસાયટી પાટણ હાઈવે પર આવેલી છે. અને સોસાયટીમાં આ તસ્કરોએ ત્રણ મકાનના તાળા તોડ્યા છે. જેના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે.

(11:58 am IST)