Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

સામાજિક કાર્યકર શિતલબેન ગઢવી કોંગ્રેસમાં જોડાયાઃ ગાયત્રીબા વાઘેલાએ ખેસ પહેરાવ્યો

અમદાવાદઃ ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના લડાયક પ્રમુખ શ્રીમતી ગાયત્રીબા વાઘેલાના પ્રયાસોથી ગુજરાતના વિવિધ ક્ષેત્રોના મહિલાઓને કોંગ્રેસ પાર્ટીમાં જોડાવાનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જે અંતર્ગત ઉતર ગુજરાતના સામાજિક આગેવાન સમુહ લગ્ન અને મહિલા કલ્યાણની અનેક સામાજીક પ્રવૃતીઓ સાથે જોડાયેલા એનઆરઆઇ ઓસ્ટ્રેલિયા સ્થિત હાલ માનસા ગાંધીનગરના શિતલબેન ગઢવી તેમના વિશાળ ગ્રુપ સાથે ગાયત્રીબા વાઘેલાના નેતૃત્વમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઇ ચાવડાની ઉપસ્થિતિમાં તેમજ મહિલા કોંગ્રેસના ગુજરાતના પ્રભારી શોભનાબેન શાહ, રીબન પટેલ, ગુજરાત કોંગ્રેસના પ્રવકતા મનીષભાઇ દોશી, અમદાવાદ મહિલા કોંગ્રેસ પ્રમુખ હેતાબેન વગેરેની ઉપસ્થિતિમાં કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા.

(11:34 am IST)