Gujarati News

Gujarati News

News of Sunday, 20th January 2019

પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા, પાસના કન્વીનર હર્દિક પટેલ ૨૭ જાન્યુઆરીએ લગ્ન બંધનથી જોડાશે

26મીએ મંડપમૂહુર્ત :કિંજલનો પરિવાર પણ મૂળ વિરમગામનો હાલ સુરતમાં સેટ થયો : મૂળી તાલુકાના દિગસર ગામે બન્ને લગ્નગ્રંથીએ જોડાશે

રાજકોટ ;પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા અને પાસના કન્વીનર હાર્દિક પટેલ અને કિંજલ મૂળીના દિગસર ગામે 27મી જાન્યુઆરીએ લગ્ન બંધનથી જોડાશે.

કેટલાક સમય પૂર્વે તેમનું સગપણ થયું હતું. કિંજલનો પરિવાર પણ હાર્દિકના પરિવારની જેમ મૂળ વિરમગામનો  છે અને હાલ સુરતમાં સેટ થયેલ છે.

પાસના અગ્રણી શ્રી નિખિલ સવાણીએ અકિલાને મોડી રાત્રે જણાવેલ કે ૨૬ જાન્યુઆરીએ  વિરમગામમાં મંડપ મૂહુર્ત અને ૨૭ જાન્યુઆરીએ સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના દિગસર ગામે હાર્દિક પટેલ ના કુળદેવી સમક્ષ હાર્દિક અને કિંજલ લગ્ન ગ્રંથીથી જોડાઈ જશે. આ પ્રસંગે બંને પક્ષે ૫૦-૫૦ લોકો હાજરી આપશે.

કિંજલની અટક/નુખ પટેલ હોવાનું કહેવાય છે તો કેટલાક વર્તુળો આ પરિવાર વૈષ્ણવ વાણિયા હોવાનું  પણ કહી રહ્યા છે.

(11:51 pm IST)