Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

બીટોકોઇન કૌભાંડમાં ધારીના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાને જામીન મળ્યા

માતા બિમાર હોવાથી તેમની સારવાર માટે તેમણે કોર્ટ સમક્ષ જામીન માંગ્યા હતા.

સુરત :કરોડો રૂપિયાના બીટકોઈન કૌભાંડમાં સંડોવાયેલા ધારીના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડીયાને કોર્ટે વચગાળાના જામીન આપ્યા છે. છેલ્લા કેટલાક સમયથી નલિન કોટડિયાની માતા બિમાર હોવાથી તેમની સારવાર માટે તેમણે કોર્ટ સમક્ષ જામીન માંગ્યા હતા.કોર્ટે તેમને વચગાળના જામીન આપ્યા છે.

      અત્રે ઉલ્લેખનીય છે, કે ગુજરાતમાં ચકચારી બનેલા બીટકોઈન તોડ મામલે સીબીઆઇ દ્વારા ધારીના નલિન કોટડિયાની ધરપકડ કરવામાં આવી હતી. હતી કે નલીન કોટડીયા મહારાષ્ટ્રના ધૂલિયા પાસે અંતરિયાળ વિસ્તારમાં છે. આ માહિતીને આધારે ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સપેક્ટર કિરણ ચૌધરી અને જે એમ ચાવડાને મહારાષ્ટ્ર રવાના કરવામાં આવ્યા હતા મોડી રાતે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ચોક્કસ સ્થળે દરોડો પાડતા નલીન કોટડીયા ઉંધતા ઝડપ્યા હતા.

(10:45 pm IST)