Gujarati News

Gujarati News

News of Sunday, 20th January 2019

અમદાવાદના બાળકો ક્નેક્ટિવ ફ્લાઇટ ચુકી જતા દિલ્હી એરપોર પર ઓરમાયું વર્તન : ભારે મુશ્કેલી

ચાર્ટડ વિમાનની અવરજવરને કારણે કેનેક્ટિંગ ફ્લાઇટ ચુકી ગયા

ગાંધીનગરમાં યોજાયેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ના કારણે આજકાલ અમદાવાદમાં વીઆઇપીઓનો મોટો જમાવડો થયો છે. અમદાવાદ એરપોર્ટ પર એક દિવસમાં 80 થી વધુ ચાર્ટર્ડ વિમાનની અવાર જવર થઈ રહી છે. જોકે, vip ગેસ્ટના કારણે અમદાવાદ એરપોર્ટ પર 35 વિમાનોનો શેડ્યુઅલ  ખોરવાયા હતા. જેના કારણે આમ પ્રવાસીઓને ભારે મુશ્કેલીઓ વેઠવી પડી રાહી છે.

અમદાવાદના એક પરિવાર ને સિડ્ની જવાનું હોય તેઓ દિલ્હી જઈ રહ્યા હતા. પરંતુ ચાર્ટડ પ્લેન ની અવરજવર ના કારણે તેઓ કોનેટિંગ ફ્લાઈટ ચુકી ગયા હતા. દરમિયાન એર ઇન્ડિયા ના કર્મચારીઓ દ્વારા તેમની સાથે ઓરમાયું વર્તન કરવામાં આવી રહ્યું હોવાની ફરિયાદ ઉઠી હતી

(5:13 pm IST)