Gujarati News

Gujarati News

News of Sunday, 20th January 2019

અમદવાદામાં માલધારી સંમેલનને સરકારે મંજુરી ન આપતા આગેવાનો દ્વારા સરકાર સામે બફાટ

અમદાવાદ: લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ વિવિધ સમાજ પોતાનું શક્તિપ્રદર્શન કરી આડકતરી રીતે નેતાઓ અને પાર્ટીઓને સંદેશો આપી રહ્યાં છે. આવી જ રીતે અમદાવાદ ખાતે માલધારી આગેવાન મુકેશ ભરવાડે માલધારી મહાસંમેલનનું આયોજન કર્યું હતું. આ સંમેલનમાં ગૌચરની જમીન, શિક્ષણ અને ઘાસચારા સહીતના મુદ્દાઓ પર ચર્ચા થવાની હતી, જો કે ચર્ચા થાય એ પહેલા જ વિવાદ સર્જાયો હતો.

સ્થાનિક પ્રસાસને સંમેલન માટે મંજૂરી ન આપતા હવે નારાજ લોકો હાલ શાંતિપૂર્ણ રીતે વિરોધ કર્યો હતો. પોતાની વિવિધ માગણીઓ લઇને માલધારી સમાજના લોકો માટે મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમંલનમાં પહેલીવાર રબારી, ભરવાડ, ચારણ, ગઢવી અને માલધારી લોકો એક મંચ પર આવ્યા હતા. જે દરમિયાન ગૌચરની જમીન, શિક્ષણ અને ઘાસચારા સહીતના મુદ્દાઓ પર ચર્ચા થવાની હતી. તો આ સંમેલનમાં અલ્પેશ ઠાકોર , કિર્તીદાન ગઢવી , જીગ્નેશ કવિરાજ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેવાના હતા.

(1:20 pm IST)