Gujarati News

Gujarati News

News of Saturday, 19th January 2019

ઝાલોદના સાપોઇ ગામ પાસે ઉભેલી ટ્રક અને એમ્બ્યુલન્સ વચ્ચે અકસ્માત: છ લોકો ઘાયલ

સુરતથી મૃતદેહને લઈને રાજસ્થાન જતી એમ્બ્યુલન્સ ઉભેલી ટ્રક સાથે અથડાઈ

 

સુરતથી મૃતદેહ લઈને રાજસ્થાન નાગોડ જિલ્લામાં જઈ રહેલી એમ્બ્યુલન્સને ઝાલોદ તાલુકાના સાપોઈ ગામ નજીક ઉભેલી ટ્રક સાથે અકસ્માત સર્જાયો હતો જેમાં લોકોને ગંભીર ઇજા થતા સરકારી દવાખાને સારવાર માટે ખસેડાયા છે જ્યારે એમ્બ્યુલન્સમાં મૃતદેહને ઝાલોદ સરકારી દવાખાને લઈ જવાયો છે,

  અંગેની વિગત મુજબ રાજસ્થાનના નાગોડ જીલ્લાના પિલવા ગામના પ્રજાપતિ પરિવારના લોકો સુરતથી એમ્બ્યુલન્સ વાનમાં પરિવારના સભ્યનો મૃતદેહ લઈને વતન જઈ રહ્યા હતા. એમ્બ્યુલન્સવાન ઝાલોદ તાલુકાના સાપોઈ ગામ નજીકથી પસાર થઇ રહી હતી. ત્યારે રસ્તાની બાજુમાં ઊભેલી ટ્રકની પાછળના ભાગે થી અકસ્માત સર્જાયો હતો. એમ્બ્યુલન્સ વાન ઊભેલી ટ્રકની પાછળ ઘૂસી જતાં અંદર બેઠેલા જણાને ગંભીર ઇજા થઇ હતી.

તેઓને તાત્કાલિક સારવાર માટે લીમડી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેમને વધુ ગંભીર હાલત જણાતા દાહોદ સિવિલ હોસ્પિટલ મુકામે રીફર કરવામાં આવ્યા છે. જ્યારે અકસ્માત થયેલી એમ્બુલન્સ માંથી મૃતદેહને કાઢીને ઝાલોદ સરકારી દવાખાના મુકામે મોકલવામાં આવ્યો છે

(12:28 am IST)