Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

કપડાં લઇ આપવાની લાલચ આપી અલગ-અલગ જગ્યાએ લઇ જઈ દુષ્કર્મ આચરનાર નરાધમને કોર્ટે 10 વર્ષની સજા ફટકારી

કડી: પંથકની સગીરાને ત્રણ વર્ષ પુર્વે કપડા લઈ આપવાની લાલચમાં અપહરણ કરી અલગ અલગ જગ્યાએ લઇ જઇ બળાત્કાર ગુજારવાના કેસમાં આરોપીને મહેસાણા કોર્ટે ૧૦ વર્ષ કેદ અને રૃા. ૨૩ હજાર દંડની સજાનો હુકમ કર્યો હતો. જ્યારે દંડની રકમમાંથી આ કેસમાં ભોગ બનનારને રૃા. ૧૦ હજાર વળતર પેટે ચુકવવા આદેશ કરાયો હતો.
કડી તાલુકાના અલદેસણ ગામના બળવંતજી ઉર્ફે લાલો કાન્તિજી ઠાકોર વર્ષ ૨૦૧૪માં પંથકની સગીરાને કપડા અપાવવાની લાલચ આપી ભગાડી ગયો હતો. ત્યારબાદ અલગ અલગ જગ્યાએ તેણીને લઈ જઈ તેની મરજી વિરુધ્ધ દુષ્કર્મ આચર્યું હતું. આ અંગેની સગીરાની માતાએ તે સમયે કડી પોલીસ મથકમાં આરોપી સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ આધારે આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો.
આ કેસ મહેસાણા સ્પેશિયલ પ્રોક્સો જજ પી. એસ. ઝાલા સમક્ષ ચાલી જતા સરકારી વકીલ પરેશભાઈ દવેની   રજુઆતો અને પુરાવા આધારે આરોપી બળવંતજી ઉર્ફે લાલો કાન્તીજી ઠાકોરને તકસીરવાન ઠરાવી ૧૦ વર્ષ કેદ અને રૃા. ૨૩ હજાર દંડની સજાનો હુકમ જ્યારે ભોગ બનનારને રૃા. ૧૦ હજાર વળતરનો કોર્ટે આદેશ કર્યો હતો.

(7:00 pm IST)