Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

રેનેસાંસ બ્રાન્ડનું અમદાવાદમાં આગમન

અમદાવાદ, તા.૨૦ :  બિઝનેસ ટ્રાવેલર્સને અનપેક્ષીત સ્થાનિક અનુભવ પૂરો પાડવા માટે જાણીતી  મેરિયોટ્ટ ઈન્ટરનેશનલના ભાગરૂપ વિશ્વ પ્રસિધ્ધ હોટલ બ્રાન્ડ રેનેસાંસનું હેરિટેજ સીટી અમદાવાદમાં આગમન થયું છે.

આ બ્રાન્ડની નવી હોટલના પ્રારંભ સાથે ભારતમાં રેનેસાંસ હોટલનો પોર્ટફોલિયો ૩નો થયો છે. રેનેસાંસ અમદાવાદ હોટલની આધુનિક ડીઝાઈનમાં અમદાવાદના હેરિટેજ બેકગ્રાઉન્ડને દર્શાવાયું છે.

આ હોટલ એસજી હાઈવેના વ્યુહાત્મક સ્થળે આવેલી છે અને પાટનગર ગાંધીનગર તથા અમદાવાદના લોકપ્રિય લેઈઝર ડેસ્ટિનેશન સહિત નજીકના બિઝનેસ/ઔદ્યોગીક મથકો સાથે આસાન સંપર્ક પૂરો પાડે છે.

આ હોટલમાં ૧૫૫ ઉત્તમ રૂમ અને આધુનિક રૂમ ધરાવે છે. જેમાં ૬ સ્યુટસ, ૬૨ ટ્વીન રૂમ, ૮૭ કિંગ રૂમ અને ૨૪ ઈન્ટર કનેકિટંગ રૂમનો સમાવેશ થાય છે. દરેક રૂમ કોઈ કથા વ્યકત કરતા હોય તે રીતે વિચારપૂર્વક ડીઝાઈન કરાયા છે. ઉપરાંત સામાજીક પ્રસંગો અને સમારંભો માટે વ્યાપક સુવિધાઓ ધરાવે છે તેમ એક યાદીમાં જણાવાયું છે. (૨૪.૩)

 

(3:58 pm IST)