Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

હારીજ નગરપાલિકા ચૂંટણીઃ ઉમેદવારોની પસંદગી કરવા મુખ્ય પક્ષો અવઢવમાં

પાટણ તા.ર૦ : જીલ્લાના હારીજ નગરપાલિકાની ચૂંટણીના ઢોલ વાગી ચુકયો છે. ભાજપા અને કોંગ્રેસે તેમના ઉમેદવારો પસંદ કરવાની કામગીરી જારદાર હાથ ધરી છે. હારીજ તાલુકાના ભાજપની જવાબદારી કંડલા પોર્ટ ટ્રસ્ટના શ્રી ભરત રાજગોરને સોંપવામાં આવી છે જે ચૂંટણી લડવા માંગતા દરેક ઉમેદવારોનો બાયોડેટા લઇ ચકાસણી કરી રહ્ના છે સાથે હારીજ અને ચાણસ્માંના ધારાસભ્ય છે અને કેબીનેટ મીનીસ્ટર શ્રી દિલીપભાઇ ઠાકોર પણ પુરતુ આપી રહેલ છે.

બોર્ડ સીમાંકન બદલાય છે અગાઉ ૭ વોર્ડ અને ર૧ ઉમેદવારો છતાં નવા સીમાંકનમાં ૬, વોર્ડ અને ર૪ ઉમેદવારો થયા છે. જેમાં પ૦ ટકા મહિલા ૧ર ઉમેદવાર અને ૧ર ઉમેદવાર પુરૂષોને ચૂંટણી જંગમાં ઝંપલાવવાનું છે. તાજેતરમાં યોજાયેલો વિધાનસભાની ચૂંટણીમાં પાટણમાંથી ફકત એક જ બેઠક મેળવી દિલીપભાઇ ઠાકોર જીત્યા હતા. લગભગ રપ૦૦ જેટલા મતની સરસાઇ ભાજપના દિલીપભાઇ ઠાકોરને મળી હતી. જે હારીજ શહેરમાંથી જ... આગામી ચૂંટણીમાં પ્રથમ અઢી વર્ષ મહિલા પ્રમુખને રાજ કરવાનુ છે ટોટલ મતદારો ૧પ૪ર૦ છે.

સમગ્ર શહેરના મતદારોની જ્ઞાતિ ઉપર નજર કરતા ઠાકોર સમાજના રર૦૯ મતદારો છે જયારે ઠક્કર લોહાણા સમાજના રર૦૦ જેટલા મતદારો છે જે ૧૪/ર૦ ટકા થાય છે. હરિજન પરમારના ૧૦૩૩ મતદારો છે. બાદલ સમાજના ૧૦પ૦, વાદી સમાજના ૧૦૦૦ મતદારો છે. રાવળ સમાજના ૯પ૦ મતદારો છે. પ્રજાપતિ સમાજના ૭૭૮ , ૭૭૮ મુસ્લિમ સમાજના ૭ર૮, સમગ્ર અન્ય ઇત્તર સમાજના કુલ મળી શહેરના ૧પ,૪૦૦ મતદારો છે. ભાજપ-કોંગ્રેસ બંને ઉમેદવારો પસંદગીનો માહોલ માથાના દુઃખાવા સમાન છે.(૩-૧૦)

(3:04 pm IST)