Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

કાલે ઓલ ઈન્ડિયા વુમન ડૉક્ટર્સ કોન્ફરન્સ ઈવકોન-૨૦૧૮

 અમદાવાદ : અમદાવાદ મેડીકલ એસોશિએશન (એએમએ)ની વુમન ડૉક્ટર્સવિંગ દ્વારા તા.૨૧ને રવિવારે પંડિત દિનદયાળ ઓડિટોરિયમ ખાતે ઈન્ડિયન મેડીકલ એસોશિએશનનાં નેજા હેઠળ ઓલ ઈન્ડિયા વુમન ડૉક્ટર્સ કોન્ફરન્સ ઈવકોન-૨૦૧૮નું આયોજન કરેલ છે. જેની મુખ્ય થીમ જર્ની ઓફ ઈવ ટુ ઈ-વુમન છે. એક દિવસની આ કોન્ફરન્સમાં દેશભરમાંથી ૧ હજારથી પણ વધુ મહિલા ડૉક્ટરો ભાગ લેશે. ઈવકોન-૨૦૧૮માં વર્લ્ડ મેડિકલ એસોશિએશનનાં તત્કાલીન પૂર્વ અધ્યક્ષ ડૉ.કેતન દેસાઈ મુખ્ય અતિથી તરીકે અને મેડિકલ કાઉન્સીલ ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ ડૉ.જયશ્રીબેન મહેતા અતિથી વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.

(3:02 pm IST)