Gujarati News

Gujarati News

News of Saturday, 19th December 2020

વડોદરામાં લવ-જેહાદને લઇને વિવાદ : સાંસદ પણ યુવતીને સમજાવવા પહોંચ્યા : ધારાસભ્ય દ્વારા કાયદો લાવવા માગ

લગ્ન રજિસ્ટર થયા બાદ 6 માસની મુદ્દત અને માતા-પિતાની સહમતિ લેવી જરૂરી

વડોદરા જિલ્લામાં યુવતીનું ધર્મ પરિવર્તન કરીને વિધર્મી યુવાને લગ્ન કરતા વિવાદ ઉભો થયો છે જેને લઇને વડોદરાના સાંસદ પણ યુવતીને સમજાવવા માટે મેદાને પડ્યા છે. તો ડભોઈના ધારાસભ્યએ ગુજરાત સરકાર પણ લવ-જેહાદનો કાયદો બનાવે તેવી માટે માંગણી કરી હતી

  ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતા(સોટ્ટા)એ વડોદરા સહિત ગુજરાતમાં વધી રહેલા લવ જેહાદના કિસ્સાઓને અટકાવવા માટે લવ જેહાદ અંગે કાયદો બનાવવા માટે વડાપ્રધનાને પત્ર લખ્યો છે. લવ-જેહાદના બનતા બનાવોને અટકાવવા માટે ગુજરાત સરકાર દ્વારા પણ ઉત્તરપ્રદેશ સરકારની જેમ લવ જેહાદનો કાયદો બનાવવામાં આવે તેવી લાગણી અને માંગણી વ્યક્ત કરતો પત્ર ડભોઇના ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતા(સોટ્ટા)એ લખ્યો છે. પત્રમાં જણાવ્યું છે કે, લગ્ન રજિસ્ટર થયા બાદ 6 માસની મુદ્દત અને માતા-પિતાની સહમતિ લેવી જરૂરી છે. ઉત્તરપ્રદેશ સરકારે લવ-જેહાદને રોકવા માટે કાયદો બનાવ્યો હતો. ત્યારે ધારાસભ્ય શૈલેષ મહેતાએ ગુજરાત સરકાર પણ લવ-જેહાદનો કાયદો બનાવે તેવી માટે માંગણી કરી હતી.

દિલ્હીથી આવીને તરત સાંસદ રંજન બેન ભટ્ટે યુવતીની મુલાકાત કરી હતી અને યુવતીને પોતાનો નિર્ણય પાછો લેવા સમજાવ્યું હતું. સાંસદનું કહેવું છે કે, ગુજરાત અને દેશમાં જે રીતે લવ જેહાદ અથવા વિધર્મી યુવાનો દ્વારા યુવતીઓને ફસાવી ધર્મ પરિવર્તનના કિસ્સા વધી રહ્યા છે. તે અંગે તેઓ વડાપ્રધાનને રજૂઆત કરશે અને ગુજરાતમાં લવ જેહાદ વિરુદ્ધ કડક કાયદો જરૂરી છે તેવું તેઓ પોતે પણ માની રહ્યા છે.

(11:32 am IST)