Gujarati News

Gujarati News

News of Wednesday, 19th December 2018

સુરતમાં કાર અડફેટે મહિલાનું મોત :ટક્કર વાગતા મહિલા દૂર સુધી ઢસડાઈ :મૃતદેહ સાંભળવા ઇન્કાર :આરોપીને તાકીદે ઝડપવા માંગ

સુરતમાં મોડી રાત્રે  ઓલપાડ કરંજ રોડ પર કાર અડફેટે મહિલાનું મોત નીપજ્યું છે  પૂરઝડપે આવી રહેલા કારચાલકે મહિલાને ટક્કર મારી હતી. ટક્કર વાગતાની સાથે જ આ મહિલા દૂર દૂર સુધી રસ્તા પર ઘસડાઇ હતી જેથી તેનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું.

 આ મહિલાનું મોત નિપજ્તાં પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાઇ ગયો હતો. પરિવારજનોની માંગ છે કે જ્યાં સુધી આરોપી પકડાશે નહીં ત્યાં સુધી મૃતકનો મૃતદેહ સ્વીકારવામાં આવશે નહીં.

(12:04 am IST)