Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

રાજ્યની 16 ચેકપોસ્ટ મધ્યરાત્રીથી બંધ : ગોઠવાશે ઓટોમેટિક સિસ્ટમ

હાર્ડવેર-ફર્નિચર-રેકોર્ડનો કબ્જો લેવાશે: તમામ સામાન જિલ્લા ઓફિસમાં તબદીલ કરાશે

 

અમદાવાદ : રાજ્યની 16 ચેકપોસ્ટ મંગળવારની મધ્યરાત્રીથી બંધ થઈ રહી છે ચેકપોસ્ટ પરના હાર્ડવેર-ફર્નિચર-રેકોર્ડનો કબ્જો લેવાશે. તમામ સામાન જિલ્લા ઓફિસમાં તબદીલ કરાશે. જિલ્લાના ચેક પોઇન્ટ પર ફ્લાઇંગ સક્વોર્ડ કાર્યરત કરવામાં આવશે

   મુખ્યમંત્રી રૂપાણીએ 16 ચેકપોસ્ટ બંધ કરવાની જાહેરાત કરી હતી. રાજ્યમાં ચેકપોસ્ટ બંધ કરવાથી ટ્રાન્સપોર્ટરોમાં ખુશી લાગણી જોવા મળી છે. ચેકપોસ્ટથી મુક્તિ મળતા ભ્રષ્ટાચાર બંધ થશે.

   ગુજરાતની સરહદે આવેલ 16 જેટલી RTO ને ચેકપોસ્ટને બંધ કરી તેને ઓટોમેટિક બનાવવામાં આવશે. ત્યાં ફરજ બજાવતા કર્મચારીઓના ભ્રષ્ટાચાર અને ટ્રાફિકજામની અવારનવાર ફરિયાદો પગલે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે ચેકપોસ્ટ પર આગામી સમયગાળામાં મેન્યુઅલ ચેકીંગ નહીં કરવામાં આવે પરંતુ તેની સાથે ઓટોમેટિક સિસ્ટમ ગોઠવીને નજર રાખવામાં આવશે. જેમાં રેડિયો ફ્રિકવન્સી આઈડેન્ટિફિકેશન ટુલ્સ, કેમેરા, બેઝડ અને વ્હીકલ વેઈટ-બેઝડ મોનિટરિંગ વગેરે અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ચેકપોસ્ટ પર નજર રાખવામાં આવશે.

(12:06 am IST)