Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

સ્ટેચ્યુ ઓફ યુનિટીએ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનાવો : સાંસદ ગીતાબેન રાઠવાએ લોકસભામાં રજૂઆત કરી

અમદાવાદ : નર્મદા ડેમ પાસે પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે દરરોજ હજારો લોકો આવે છે.છેલ્લા એક વર્ષમાં 26 લાખથી વધુ પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી છે અહીં રાજ્ય બહાર અને વિદેશથી પણ લોકો અહીં મુલાકાતે આવતા હોય છે.  વિશ્વના પહેલા 100 પ્રવાસન સ્થળોની યાદીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને સ્થાન મળ્યું છે

.            ત્યારે છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવાએ લોકસભામાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ માટે રજૂઆત કરી. તેમણે સંસદમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે આવતા પ્રવાસીઓને હવાઈ યાત્રાનો લાભ મળે તેમ જણાવીને અહીં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ માટે રજૂઆત કરી.હતી 

(11:19 pm IST)