Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

એસટી બસમાં અપડાઉન કરતા મુસાફરો હવેથી રાજ્યના કોઇપણ ડેપોમાંથી પાસ કઢાવી શકશે

વિદ્યાર્થીઓનું શિક્ષણ અને મુસાફરોનો સમય પણ બગડતો અટકશે

અમદાવાદ : એસટી બસમાં અપડાઉન કરતા કોઈપણ વિદ્યાર્થીઓ અને મુસાફરો હવેથી એસટીનો બસ પાસ રાજ્યના કોઇપણ ડેપોમાંથી કઢાવી શકશે. એસટી દ્વારા સેન્ટ્રલાઇઝ સિસ્ટમના ભાગરૂપે હવે ઓનલાઇન સિસ્ટમ શરૂ કરી છે. જેને પરિણામે વિદ્યાર્થીઓનું શિક્ષણ અને મુસાફરોનો સમય પણ બગડતો અટકશે અને સરળતાથી પાસ પાસ મેળવી શકાશે

   ક્યારેક નાનાં સેન્ટરોમાં વિદ્યાર્થીઓને પાસ કઢાવવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કેટલાક ડેપોમાં પાસ નીકળતા નથી. કેટલાક એસટી ડેપોમાં સર્વર બંધ રહેતું હોય છે. આવાં અનેક કારણોસર વિદ્યાર્થીને પાસ કઢાવવા આમથી તેમ ફરવું પડે છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મુસાફરોને આકર્ષવા અને નિગમની આવકમાં વધારો થાય તે માટે અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી છે

(8:03 pm IST)
  • કોંગ્રેસના કાર્યોને લોકોએ મહોર મારી રાજસ્થાનમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં કોંગ્રેસને ભવ્ય વિજય મેળવ્યો છે તેને મુખ્યમંત્રી અશોક ગેહલોતે કોંગ્રેસ સરકારના કાર્યને લોકોએ આપેલ લોક ચુકાદા તરીકે ગણાવ્યો છે access_time 6:06 pm IST

  • આગામી ખરીફ સીઝનમાં ડુંગળીના ઉત્પાદનમાં જંગી ઘટાડો થશે : સત્ત્।ાવાર જાહેરાત આગામી ૨૦૧૯-૨૦૨૦ની ખરીફ અને લેઇટ ખરીફ સીઝનમાં ડુંગળીના ઉત્પાદનમાં ૨૬ ટકા જેટલો દ્યટાડો થઈ ડુંગળીનું ઉત્પાદન ૫૨.૦૬ લાખ ટન થશે તેમ કેન્દ્રિય કૃષિ મંત્રીએ જાહેર કર્યું છે. access_time 6:07 pm IST

  • જમ્મુ કાશ્મીરમાં મહેબૂબા મુફ્તી અને બિહારમાં નીતીશકુમાર સાથે જોડાણ કર્યું ત્યારે હિન્દુત્વ ક્યાં હતું ? : ભાજપ નેતાઓ મોગલ સમ્રાટ મહંમદ ઘોરી જેવા છે : અહંકારી અને મનસ્વી રાજકારણને મહારાષ્ટ્રની પ્રજા જડબાતોડ જવાબ આપશે : શિવસેનાના મુખપત્ર સામનામાં ઉધ્ધવ ઠાકરેનો આક્રોશ access_time 12:10 pm IST