Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

ગળતેશ્વરના બલાઢામાં નજીવી બાબતે બે પાડોશી બાખડ્યા: સામસામે થયેલ મારામારીમાં બે મહિલા ઈજાગ્રસ્ત

ગળતેશ્વર: તાલુકાના બલાઢા ગામમાં આવેલ નવી નગરી વિસ્તારમાં રહેતાં લલીતાબેન રઈજીભાઈ ખાંટ ગત શુક્રવારના રોજ સવારના સમયે તેમના ઘર બહાર વાસણ માંજતાં હતાં. તે વખતે તેમના પાડોશમાં રહેતાં સુમિત્રાબેન બુધાભાઈ પરમાર ત્યાંથી પસાર થતી વખતે ગમેતેમ અપશબ્દો બોલતાં પસાર થતાં હતાં. જેથી વાસણ માંજતાં લલીતાબેને અપશબ્દો બોલવાની ના પાડતાં ઉશ્કેરાયેલા સુમિત્રાબેન પોતાના ઘરે જઈ પતિ બુધાભાઈ સોમાભાઈ પરમાર અને પુત્રી દક્ષાબેન બુધાભાઈ પરમારને બોલાવી પરત આવી લલીતાબેન સાથે ઝઘડો કર્યો હતો.

ઝઘડો ઉગ્ર બનતાં બુધાભાઈ પરમારે હાથમાંનો લાકડાનો ડંડો લલીતાબેનને માર્યો હતો. જેથી લલીતાબેન જમીન પર પડી ગયાં હતાં. તે વખતે સુમિત્રાબેન અને પુત્રી દક્ષાબેને ભેગા મળી લલીતાબેનને ગડદાપાટુનો માર માર્યો હતો. અને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી ત્રણેય જણાં ત્યાંથી જતાં રહ્યાં હતાં. આ અંગે પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી હતી.

(5:48 pm IST)
  • લીબિયામાં બિસ્કિટની ફેક્ટરી પર હવાઈ હુમલો : વિદેશી શ્રમિક સહીત 7 લોકોના મોત : લીબિયામાં દક્ષિણ ત્રિપોલીમાં એક બિસ્કિટ બનાવતી ફેકટરીમાં હવાઈ હુમલો થતા 7 લોકોના મોત " 30 થી વધુ લોકો ઘાયલ : મૃતકોમાં મોટાભાગના વિદેશી કામદારો હતા access_time 1:14 am IST

  • કાલથી શરૂ થનાર BSNL કર્મચારીઓની ૩ દિ'ની ભૂખ હડતાલ હાલ પૂરતી મૂલત્વી : આવતીકાલથી રાજકોટ સહિત દેશભરમાં BSNL કર્મચારીઓની ભૂખ હડતાલ આજે બપોરે રાા વાગ્યે સ્થગીત કરી દેવાઇ છે : યુનિયનો વચ્ચે હાલ હડતાલ અંગે એકમત નહીં થતાં લેવાયેલો નિર્ણય ઓકટોબરનો પગાર ર૮ નવેમ્બરે અપાશેઃ ગઇકાલે થયેલ વાટાઘાટો પણ નિષ્ફળ access_time 4:08 pm IST

  • કોંગ્રેસના કાર્યોને લોકોએ મહોર મારી રાજસ્થાનમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં કોંગ્રેસને ભવ્ય વિજય મેળવ્યો છે તેને મુખ્યમંત્રી અશોક ગેહલોતે કોંગ્રેસ સરકારના કાર્યને લોકોએ આપેલ લોક ચુકાદા તરીકે ગણાવ્યો છે access_time 6:06 pm IST