Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

મહેમદાવાદના રીંછોલ નજીક પીકઅપ ડાલામાં ક્રૂરતાપૂર્વક કતલખાને લઇ જવાતા 5 પશુઓને જીવદયા પ્રેમીઓએ બચાવ્યા: ચાર ઈસમોની ધરપકડ કરી પોલીસ ફરિયાદ દાખલ

મહેમદાવાદ:તાલુકાના રિંછોલ નજીકથી પીકઅપ ડાલામાં ક્રુરતાપૂર્વક બાંધી કતલ કરવાના ઈરાદે લઈ જવાતાં પાંચ આખલાઓને વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળના કાર્યકરોએ પીછો કરી બચાવ્યાં હતાં. અને પીકઅપ ડાલાના ચાલકને પકડી તેને પોલીસને સોપ્યો હતો. પોલીસે પકડાયેલા ઈસમ તેમજ ભાગી છુટનાર ત્રણ ઈસમો મળી કુલ ચાર ઈસમો વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ અમદાવાદથી એક સફેદ કલરના બોલેરો પીકઅપ ડાલામાં આખલાઓ ભરી હલધરવાસ ચોકડીથી સરસવણી થઈ મહુધા તરફ કતલખાને લઈ જવામાં આવતી હોવાની માહિતી વિશ્વ હિન્દુ પરિષદ - બજરંગદળના કાર્યકરોને મળી હતી. જેથી કાર્યકરો અબોલ પશુઓને કતલખાને જતાં બચાવવા માટે અકલાચા ચોકડીએ વોચમાં ગોઠવાયાં હતાં.

(5:47 pm IST)