Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

સુરતમાં અગાઉ નરાધમ ફુવાએ ભત્રીજી સાથે દુષ્કર્મ આચરી સગર્ભા બનાવતા અદાલતે આજીવન કેદની સુનવણી કરી

સુરત: શહેરમાં આજથી ચારેક વર્ષ પહેલાં સાળાના મકાનમાં ભાડે રહેતા આરોપી ફુવાએ સગીર ભત્રીજી સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધીને સગર્ભા બનાવી દેવાના કેસમાં સંડોવાયેલા આરોપીને આજે તમામ ગુનામાં દોષી ઠેરવી એડીશ્નલ સેશન્સ જજ પી.એસ.કાલાએ આજીવન કેદ,રૃ.1 લાખ દંડ તથા દંડ ન ભરે તો વધુ બે વર્ષની સખ્તકેદની સજા ફટકારતો હુકમ કર્યો છે.કોર્ટે ભોગ બનનાર તરૃણીને વળતર પેટે રૃ.50 હજાર ચુકવવા નિર્દેશ આપ્યો છે.

સલાબતપુરા વિસ્તારમાં પોતાના સગા સાળાના મકાનમાં ભાડેથી રહેતા આરોપી ગુલામ યુસુફ ઉર્ફે ગોરુ મિંયા ગુલામ રસુલ શેખ વિરુધ્ધ ભોગ બનનાર સગીર તરૃણીની માતાએ તા.26-11-15ના રોજ સતત એક વર્ષ સુધી બળાત્કાર ગુજારી સગર્ભા બનાવવા સંબંધે સલાબતપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.જે મુજબ ધો.8માં અભ્યાસ કરતી ભોગ બનનાર કિશોરીને આરોપી ગુલામ યુસુફ શેખે સફાઈકામ માટે ઘરે બોલાવીને બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યા હતા.ત્યારબાદ તરૃણીને કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપીને આરોપીએ સતત એક વર્ષ સુધી એકથી વધુવાર પોતાની હવશનો શિકાર બનાવી ગર્ભવતી બનાવી દીધી હતી.જે અંગે ભોગ બનનારની ફરિયાદી માતાએ તેનું પેટ બહાર દેખાતા પુછપરછ હાથ ધરી હતી.પરંતુ પોતાને પેટના નીચેના ભાગે ખંજવાળ આવતી હોઈ પેટ બહાર દેખાતું હોવાનું ભોગ બનનાર તરૃણીએ જણાવ્યું હતુ.પરંતુ ફરિયાદી માતાએ હોસ્પિટલમાં જઈને સોનાગ્રાફી કરાવતા રિપોર્ટમાં તરૃણી સગર્ભા હોવાનું બહાર આવતા પોતાના ફુવા ગુલામ યુસુફ શેખની હવશખોરીના ગુનાનો પર્દાફાશ થયો હતો.

(5:45 pm IST)