Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

સુરત: ડ્રગ્સની તલબને સંતોષવા બે મિત્રોએ વાહનચોરીનો સહારો લીધો: રંગે હાથે ધરપકડ થતા ગુનાહની કબૂલાત કરવામાં આવી

સુરત:ડ્રગ્સની તલબ સંતોષવા વાહન ચોરી કરનાર બે રીઢા ચોરને પાંડેસરા પોલીસે ભેસ્તાન ગોલ્ડન આવાસ પાસેથી ઝડપી પાડી અડાજણ અને નાનપુરા મક્કાઇ પુલ વિસ્તારમાંથી બે મોપેડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલવમાં સફળતા મેળવી છે.

પાંડેસરા પોલીસને મળેલી બાતમીના આધારે ભેસ્તાન ગોલ્ડન આવાસ સામેથી બે રીઢા ચોર જીસાન મઝહર શેખ (ઉ.વ. 30 રહે. અનુકુલ નગર, માઉનજોન સ્કુલ નજીક, ઉન) અને અહમદખાન કાલેખાન શેખ (ઉ.વ. 21 રહે. આસ્માનગર, તિરૃપતીનગરની પાસે, ઉન) ને એકટીવા મોપેડ પર પસાર થતા ઝડપી પાડયા હતા. પોલીસે બંન્નેને અટકાયતમાં લઇ હાથ ધરેલી પુછપરછમાં એકટીવા મોપેડ નંબર જીજે-6 એચએન-8282 ચારેક દિવસ અગાઉ અડાજણ પાટિયા સ્થિત ફઝલ શોપીંગ સેન્ટરના પાકગમાંથી ચોરી કર્યાની કબુલાત કરી હતી. આ ઉપરાંત એક-દોઢ મહિના અગાઉ નાનપુરા મક્કાઇ પુલ નજીક વોક-વે પાસેથી ટીવીએસ એક્સેસ નંબર જીજે-10 બીએચ-9170 ચોરી કર્યાની કબુલાત કરી હતી.

(5:42 pm IST)
  • 7000 કરોડનું ટેક્સ રિફંડ માટે વોડાફોન અને આઈડિયાએ દબાણ કર્યું છે પરંતુ નવી જવાબદારીઓ આવી પડે તે ધ્યાને લઇ આવકવેરા ખાતું તે સ્વીકારવા હિચકિચાટ અનુભવે છે access_time 10:04 pm IST

  • રાજસ્થાનની શહેરી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં અત્યાર સુધીમાં કોંગ્રેસે ૯૬૧ બેઠકો જીતી પ્રચંડ વિજય મેળવ્યો છે. ભાજપ બીજા નંબરે ૭૩૭ વોર્ડોમાં જીતી છે .ચૂંટણી પંચે મોડી સાંજે જાહેર કર્યું છે. access_time 6:45 pm IST

  • અત્યાર સુધી દિલ્હીના મુખ્યમંત્રી એકલા ઉધરસ ખાતા હતા હવે આખુ દિલ્હી ખાય છે : દિલ્હીમાં હવાઈ પ્રદુષણ મામલે ભાજપ સાંસદ પ્રવેશ વર્માનો કટાક્ષ : કોંગ્રેસ સાંસદ મનીષ તિવારીની પણ દિલ્હી સરકાર ઉપર તડાપીટ access_time 8:22 pm IST