Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

પાલનપુર-ઉગત રોડ નજીક સાયકલ ચોરીમાં રંગેહાથે ઝડપાયેલ ચોરોને લોકોએ વીજપોલ સાથે બાંધી મેથીપાક ચખાડ્યો

સુરત:પાલનપુર-ઉગત રોડ સ્થિત ઝઘડીયા ચોકડી પાસે રંગેહાથ ઝડપાયેલા સાઇકલ ચોરને ટોળાએ લાઇટના પોલ સાથે બાંધીને ઢોર માર માર્યો હતો. રંગેહાથ ઝડપાયેલા બંન્ને ચોર કેનાલ નજીકની એક દુકાનના સીસીટીવીમાં પણ શંકાસ્પદ હાલતમાં નજરે પડયા હતા.

શહેરના અડાજણ પોલીસ મથક વિસ્તારના પાલનપુર જકાતનાકા, કેનાલ રોડ અને તેની આજુબાજુના વિસ્તાર ઉપરાંત રાંદેર પોલીસ મથક વિસ્તારમાં હિદાયત નગર અને પાલનપુર જકાતનાકાથી ઉગત જવાના રોડ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી સાઇકલ ચોરીની ઘટનાઓ બની રહી છે. જેનાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. તેવામાં આજ રોજ સવારના અરસામાં પાલનપુર જકાતનાકાથી ઉગત જવાના રોડ સ્થિત ઝઘડીયા ચોકડી વિસ્તારમાંથી બે ચોર સાઇકલ ચોરી કરતા રંગેહાથ ઝડપાયા હતા. જેને લોકોએ લાઇટ પોલ સાથે દોરડા વડે બાંધી ઢોર માર માર્યો હતો.

(5:41 pm IST)