Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

સિદ્ધપુરમાં ટેન્કરોના ડ્રાઈવર સાથે મળી અલગ અલગ ટેન્કરોમાંથી ડીઝલની ચોરી સાથેના 130 લીટર જથ્થા સાથે પોલીસે 9100નો મુદામાલ જપ્ત કર્યો

સિદ્ધપુર: શહેરમાં આઇઓસીના ટેન્કરોના ડ્રાઇવરો સાથે મળી અલગ અલગ ટેન્કરોમાંથી ડીઝલ ચોરી કરતા હોવાની પાટણ એલસીબીને બાતમી મળતા સિધ્ધપુર તાવડીયા રોડ પર રેડ કરતા ત્યાંથી પ્લાસ્ટિકના ૩ કેરબા જેમાં ૧૩૦ લીટર ડીઝલ કી.રૃ.૯૧૦૦નો મુદ્દામાલ ઝડપી પાડી એક વિરૃધ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરેલ છે.

પાટણ એલસીબી પોલીસને મળેલ બાતમી હકિકત આધારે સિધ્ધપુર તાવડીયા રોડ પર આદિત્ય રેસીડેન્સી પાસે આવેલ આદિત્ય ઓઇલ ડેપો ની બાજુમાં આવેલ કમ્પાઉન્ડમાં રાવલ રૃચિક કમલેશભાઇ રહે.સિધ્ધપુર વાળાઓ સિધ્ધપુર આઇઓસી ના ટેન્કરોના ડ્રાઇવરોના સાઠગાંઠથી ટેન્કરોમાંથી ડીઝલ ચોરી કરી સસ્તા ભાવે ગ્રાહકોને વેચાણ કરે છે. જ્યાં પોલીસે રેડ કરતા ત્યાંથી એક ઓરડીમાંથી પ્લાસ્ટિકના ૩ કેરબામાં ડીઝલ ભરેલ હોઇ જે ડિઝલ બાબતે ઉપરોક્ત ઇસમને પુછતાં તેને જણાવેલ કે આ ડીઝલ આઇઓસીના ટેન્કરોના ડ્રાઇવરો સાથે મળી ટેન્કરમાંથી કાઢી ચોરી કરી હોવાનું જણાવતા ભારે ચકચાર મચી ગઇ હતી. ૩ કેરબામાં ૧૩૦ લીટર ડીઝલ જેની કી.રૃ.૯૧૦૦નો મુદ્દામાલ કબ્જે કરીઉપરોકત ઇસમને પકડી તેની વિરૃદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરેલ છે.

(5:40 pm IST)