Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

ભિલોડા તાલુકાના નાપડા નજીક વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ખેડૂતે આપઘાત કરી જીવન ટૂંકાવ્યું

ભિલોડા:તાલુકાના નાપડાખાલસાના વણઝારા સમાજ પરિવારના વજાભાઈ વક્તાભાઈ વણજારા ખેત મજૂરી કરી પરિવારજનોનો જીવન નિર્વાહ કરતા હતા.ખેતી લાયક જમીન ઓછી હોવાથી આ પરિવારને મજૂરી કામ કરી પરિવારનું ભરણ પોષણ કરવા ગામ છોડી લીંબડીયા(ખાનપુર)જવાનો વારો આવ્યો હતો.વજાભાઈ વણજારાને જરૃરી કામ અર્થે રૃપિયાની જરૃર પડતા તેઓએ આજ ગામના વિક્રમભાઈ વણજારાને જણાવ્યું હતું.અને ધંબોલીયા ગામના રવિન્દ્રસિંહ રાઠોડ પાસેથી એક વર્ષ અગાઉ રૃ.૨.૧૫ લાખ વ્યાજે મેળવ્યા હતા.દર મહિને ઠરાવેલ રૃ.૨૦ હજારનો હપ્તો આ વ્યવહાર પેટે વિક્રમસિંહ વણજારા વસુલતો હતો.પરંતુ આ રકમની પઠાણી ઉઘરાણી કરાતા અને અત્યાર સુધી અપાયું છે તે વ્યાજ છે મૂડી હમણાં જ જમા કરાવી દો એવો ફોન વિક્રમભાઈ વણજારાનો આવતાં જ વકતાભાઈ વણજારા ચીંતામાં ડૂબી ગયા હતા. અતિશય માનસિક ત્રાસ અને વારંવારની ઉઘરાણી થી વાઝ આવી ગયેલા વજાભાઈ વણજારા ગત ૧૪મી નવેમ્બર ના રોજ લીંબડીયા તા.ખાનપુર થી ઘરે આવવા નીકળ્યા હતા.પરંતુ ગત ૧૬મી નવેમ્બરને શનીવાર ના રોજ વહેલી સવારે વજાભાઈ વણજારા નો મૃતદેહ નાપડાખાલસા ના ઘરમાંથી માળી આવતાં જ પરીવારજનો ઉપર આભ તૂટી પડયું હતું.વ્યાજખોરોના અસહ્ય ત્રાસથી વાઝ આવી વજાભાઈ વણજારા એ ઝેરી દવા ગટગટાવી લીધી હોય એમ જણાઈ આવતાં તેમના પત્નિ શકરીબેને બે વ્યાજખોરો વિરૃધ્ધ શામળાજી પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવી હતી.શામળાજી પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર એમ.જી.વસાવા એ આ ચકચારી પ્રકરણે આરોપી વિક્રમભાઈ કેશાભાઈ વણજારા રહે.નાપડાખાલસા અને રવિન્દ્રસિંહ રાઠોડ રહે.ધંબોલીયા,તા.ભિલોડા  સામે તથા મની લેન્ડર એકટ ૨૦૧૧ ની કલામ ૫,૪૦ અને ૪૨ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(5:39 pm IST)