Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

આણંદ નજીક વિદ્યાનગરમાં યુવતીનું અપહરણ કરી દુષ્કર્મ આચરી નરાધમે ફોટા વાયરલ કરવાની ધમકી આપનાર નરાધમ વિરુદ્ધ ગુનો દાખલ

આણંદ: પાસેના વિદ્યાનગર ખાતેથી એક યુવતીનું એક શખ્શ દ્વારા કારમાં અપહરણ કરી કોઈ અજ્ઞાાત સ્થળે લઈ જઈ તેણી ઉપર જાતીય અત્યાચાર ગુજાર્યા બાદ તેણીની તસ્વીર વાયરલ કરી દેવાની ધમકી આપવાના બનાવે ભારે ચકચાર જગાવી છે. આ બનાવ અંગે યુવતીએ વિદ્યાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અપહરણકર્તા વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવ અંગે પોલીસ સૂત્રોના વધુમાં જણાવ્યા મુજબ આણંદ પાસેના વિદ્યાનગરની એક હોસ્ટેલમાં રહેતી ૧૯ વર્ષીય યુવતી ગત તા.૧૫મીના રોજ સાંજના સુમારે કોલેજથી છુટયા બાદ હોસ્ટેલ તરફ ચાલતા-ચાલતા જઈ રહી હતી. દરમ્યાન યુવતી રાણક હોસ્ટેલ નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે રસ્તામાં ઉભેલ એક આઈ-૨૦ કારમાં સવાર કિશન બચુભાઈ રાઠવા (રહે.ડેમોલ)એ યુવતીનો હાથ પકડી જબરદસ્તીથી કારમાં બેસાડી દીધી હતી. ત્યારબાદ યુવતીને ધાક-ધમકી આપી કારને ભગાવી અજ્ઞાાત સ્થળે લઈ ગયો હતો. જ્યાં તેણીની મરજી વિરૂધ્ધ જબરદસ્તીથી જાતીય અત્યાચાર ગુજાર્યો હતો. 

(5:38 pm IST)