Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

પાટણઃ સર્વર ઠપ્પ થઇ જતા રેશનીંગ માટે ગરીબ ગ્રાહકોને વારંવાર સસ્તા અનાજની દુકાનોના ધકકા

 પાટણ તા. ૧૯ : રાજય સરકાર ઓનલાઇનથીજ ફીંગરપ્રીન્ટ લઇ સસ્તા અનાજની દુકાનો ઉપરથી જથ્થો આપવામાં આવે છ. ેપુરવઠા તંત્રનું આ સર્વર વારવાર ખોરવાઇ જતુ ઓનલાઇન ઠપ્પ થઇ જાય ? સર્વર ધીમીગતીએ ચાલવુ વિ.પ્રશ્નો રોજીદા બની જતા ગરીબ લોકો રેશનીંગનો દુકાને જથ્થો લેવા જતા સર્વર બંધ રેતા ગ્રાહકોમાં ખુબજ રોષ વ્યાપી રહ્યો છે. અને ગ્રાહકો સર્વ સસ્તા અનાજની દુકાનો વચ્ચે વારંવાર ચળભળાટ થતા દુકાનદારો પણ હવે સસ્તા અનાજની દુકાનના રાજીનામા આપવાનું વિચારી રહ્યા છ.ે

એક તરફ સરકાર તરફથી ફીગરપ્રિન્ટ ન આવે તો ઓફલાઇન આધાર  વાળાને જથ્થો આપવામાં આવે તો પુરવઠા તંત્ર દ્વારા નોટીસો ફટકારી આકરા પગલા લેવામાં આવે છ.ે તો બીજીતરફ સરકારની ઓનલાઇન સર્વર જે કાયમી ઠપ્પ રહેતુ હોયછ.ે કનેકટીવી મળતા નથી ર૦થી ગરીબ ગ્રાહકોને પોતાન ધંધારોજગાર છોડી વારંવાર ધકકા ખાવા પડે છે. જેથી ગ્રાહકો તેમજ દુકાનના સંચાલકો પણ આ બાબતથી ત્રાસી ઉઠયા છ.ે અને રાજીનામુ આપવા મોટાભાગના દુકાનદારો વિચારી રહ્યા છ.ે

ગરીબ માણસોને જીવન જરૂરીયાતનો પુરવઠો આપવો તે સરકારની ફરજ છે પણ સરકારી ઓનલાઇન વારંવાર ઠપ્પ થવી કે કનેકટીવી ન મળવી તેની દુકાનદારો કે ગરીબ ગ્રાહકોનો કોઇ દોષ નથી તો સરકાર તાકીદે સમગ્ર ગુજરાતમાં પુરવઠા વિભાગમા મેન્યુલ રીતે અનાજનું વિતરણ કરી શકે તેવી છુટ આપવી જોઇએ તેમ ગરીબ પ્રજા ઇચ્છી રહી છે.

(3:52 pm IST)