Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

પ્રાંતિજમાં ખેડૂતોએ હાઇવે પર ચક્કાજામ કર્યો : ડાંગરનો પૂરતો ભાવ નહીં મળતાં રોષ ભભૂક્યો

યાર્ડના ગેટ આગળ ટ્રેક્ટરો આડા કરી દેતા હાઇવે પર પણ બ્લોક થયો

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં ખેડૂતોએ હાઇવે પર ચક્કાજામ કર્યો છે. ખેડૂતોને ડાંગરનો પૂરતો ભાવ ન મળતા ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો હતો. ભાવના મુદ્દે આક્રોશમાં આવેલા ખેડૂતોએ નેશનલ હાઇવે પર ચક્કાજામ કર્યો હતો. પ્રાંતિજ માર્કેટયાર્ડના ગેટ આગળ ટ્રેક્ટરો આડા કરી દેતા હાઇવે પર પણ બ્લોક થયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે સરકારે ડાંગરનો ૩૬૩નો ભાવ જાહેર કર્યો છે. તો વેપારીઓ દ્વારા માંડ ૨૪૦ થી ૨૮૦નુ ચૂકવણુ કરવામાં આવી રહ્યુ છે. આના કારણે ખેડૂતોએ હલ્લાબોલ કરીને હરાજી પણ અટકાવી હતી. ખેડૂતોને પૂરતા ભાવ મળે છે કે નહી તેની તપાસ માટે કોઇ સરકારી પ્રતિનિધી પણ આજ સુધી ડોકાયો નથી.

(1:40 pm IST)