Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

પોલીસનો કાફલો મદદે હોય ત્યારે યુવતીઓ દબાણમાં આવી નિવેદન ન આપે તે વાત માનવા મારો અનુભવ ના કહે છેઃ એસપી રાજેન્દ્ર અસારી

પ્રાથમિક તારણ આવુ છે, તેનો મતલબ એવો નથી કે મૂળ સુધી નહી જઇએઃ યુવતીઓના વિડીયો કોલના લોકેશન શોધવા સાયબર ક્રાઇમની મદદ લીધી છેઃ જીલ્લા પોલીસ વડા સાથે અકિલાની વાતચીત : ડીવાયએસપી કે.ટી.કામરીયા-ડીવાયએસપી સમીર સારડા-બે તાલીમી ડીવાયએસપી અને એસઓજી-ક્રાઇમ બ્રાન્ચની વિશેષ ટીમ બનાવી છે : સમગ્ર ગુજરાતમાં ચકચારી બનેલ અમદાવાદ નજીકના નિત્યાનંદના આશ્રમમાં બાળકો-યુવતીઓને ગોંધી રાખવાના મામલામાં દુધનું દુધ -પાણીનું પાણી કરવા ધમધમાટ

રાજકોટ, તા., ૧૯: અમદાવાદ ગ્રામ્યના  હાથીજણ ખાતેના સ્વામી નિત્યાંનંદનના યોગીની સર્વાજ્ઞ પીઠમ આશ્રમમાં ૪ બાળકોને ગોૈંધી રાખવા સાથે તથા બે લાપતા યુવતીઓના ચકચારી મામલામાં અમદાવાદ ગ્રામ્ય પોલીસના વડા રાજેન્દ્ર અસારીની સુચનાથી  ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલો ખુબ અટપટો છે ત્યારે આ બાબતે અકિલા સાથેની વાતચીતમાં એસપી રાજેન્દ્ર અસારીએ એવું જણાવેલ કે પોલીસની સઘન તપાસમાં યુવતીઓ આશ્રમમાં ન હોવાનું ફલીત થયેલ છે. તેઓએ ભારપૂર્વક જણાવેલ કે પોલીસનો આખો કાફલો મદદે હોય ત્યારે યુવતીઓ ભયભીત પામી મોઢુ ન ખોલે તેવી વાત કોઇ સંજોગોમાં માની શકાય તેવી નથી તેમ પ્રાથમિક તપાસ તારણ છે.

યુવતીઓને કોઇએ ધાક ધમકી આપી હોય તો પોલીસનું પુરતુ પીઠબળ હોય ત્યારે ખોટુ બોલે તેવી શકયતા નહિવત છે આમ છતા તટસ્થ અને પારદર્શી તપાસ થાય તે માટે સાણંદના ડીવાયએસપી કે.ટી.કામરીયા અને ડીવાયએસપી સમીર સમીર સારડા, બે પ્રોબેશનર ડીવાયએસપી (તેઓને તપાસની તાલીમ મળે તે માટે) પસંદ કરવા સાથે એસઓજી-ક્રાઇમ બ્રાંચ અને સ્થાનીક પોલીસના અધિકારીઓને મદદમાં મુકતી સ્પેશ્યલ ટીમ તૈયાર કરી છે.

એસપી આર.વી.અસારીએ અકિલા સાથેની વાતચીતમાં એવુ જણાવેલ કે ફાઇનલ તારણ તો હું તપાસ બાદ જ આપીશ પરંતુ મારા આટલા વર્ષોના પોલીસ તંત્રના અનુભવ આધારે તથા બોંબ બ્લાસ્ટ, અટપટા મર્ડર સહિતની તપાસના નીચોડ આધારે હું દ્રઢતા પુર્વક એવું માનુ છુ કે યુવતીઓ પર આશ્રમનું કોઇ દબાણ નહિ હોય.

તેઓએ વિશેષમાં એવું પણ જણાવેલ કે  પત્રકારો સાથે પણ યુવતીઓના વિડીયો કોલથી વાતચીત કરાવી છે. આ યુવતીઓ રૂબરૂ પણ નિવેદન આપવા આવનાર છે. તેઓએ ફરીથી એવું જણાવેલ કે મારા તારણનો  અર્થ એવો નથી કે હું તપાસ પહેલા જ પરીણામ જાહેર કરૂ છું. યુવતીઓએ જયાંથી  વિડીયો કોલ પર વાત કરી છે તે સ્થળના આઇપી લોકેશન મેળવવા માટે અમોએ સાયબર ક્રાઇમ (અમદાવાદ)ની મદદ લેવા સાથે એફએસએલની પણ મદદ લઇ દુધનું દુધ અને પાણીનુ઼ પાણી કરીશું.

(1:18 pm IST)
  • વધુ પડતી કિંમતને લીધે આંધ્રપ્રદેશ સરકારે ઇલેક્ટ્રિક બસો મુકવાનું માંડી વાળ્યું access_time 10:01 pm IST

  • ભાવનગરના આઇટી દરોડામાં સરકારી : અધિકારીઓને ચુકવાયેલા નાણાની વિગતો વાળી ડાયરી મળી આવ્યાની ખળભળાટ મચાવતી હકીકતો વાઇરલ થઇ... ભાવનગરમાં પ્રિયા બલૂ, સંજય મહેતા, હુગલી શિપિંગ , શ્રીજી શિપિંગ, નગરશેઠ શિપબ્રેકર્સ, નજીર કળીવાળા, દિલાવર કળીવાળા, કમલેશ શાહ, દિવ્યાંગ શાહ મુનો, કસ્તુરી કોમોડિટી મુનાશેઠ, જયંતિ સહિત શિપબ્રેકરો અને આંગડિયાને ત્યાં ઇન્કમટેકસના દરોડા પડયાનું સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલ છે. દરોડા દરમિયાન એક શિપબ્રેકરની ઓફિસ ડાયરીમાં સરકારી અધિકારીઓને ચૂકવવામાં આવતી લાંચની રકમની યાદી મળી આવતા મોટો ખળભળાટ કહેવાતા કોઈ આંગડિયા ને ત્યાંથી વિદેશમાં હવાલાથી નાણાં મોકલ્યાના મોટા વ્યવહારો પકડાયાની ભારે ચર્ચા access_time 6:07 pm IST

  • આગામી ખરીફ સીઝનમાં ડુંગળીના ઉત્પાદનમાં જંગી ઘટાડો થશે : સત્ત્।ાવાર જાહેરાત આગામી ૨૦૧૯-૨૦૨૦ની ખરીફ અને લેઇટ ખરીફ સીઝનમાં ડુંગળીના ઉત્પાદનમાં ૨૬ ટકા જેટલો દ્યટાડો થઈ ડુંગળીનું ઉત્પાદન ૫૨.૦૬ લાખ ટન થશે તેમ કેન્દ્રિય કૃષિ મંત્રીએ જાહેર કર્યું છે. access_time 6:07 pm IST