Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

તમામ બાળકો - સગર્ભા બહેનોને રસીકરણમાં આવરી લેવા સરકાર કટીબધ્ધઃ જે.એન.સિંઘ

રાજ્ય કક્ષાની સમીક્ષા બેઠકમાં માર્ગદર્શન આપતા મુખ્ય સચિવ

ગાંધીનગર તા.૧૯: રાજ્યના તમામ બાળકો અને સગર્ભા માતાઓને સાર્વત્રિક રસીકરણ અભિયાન હેઠળ આવરી લેવા રાજ્ય સરકાર સંપૂર્ણ કટિબદ્ધ છે. તેના ભાગરૂપે રાજ્યની મોટી GIDCઓમાં અર્બન હેલ્થ સેન્ટર કાર્યરત કરવામાં આવશે. રાજ્યની પોલીસ લાઇન, હસ્તકલા કારીગરો અને સુરેન્દ્રનગર જિલ્લામાં મીઠાના અગરિયાઓને પણ આ સંપૂર્ણ રસીકરણ અભિયાન હેઠળ આવરી લેવામાં આવશે. તેમ આજે ગાંધીનગર ખાતે સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ અંગે યોજાયેલી રાજ્યકક્ષાની સમીક્ષા બેઠકમાં મુખ્ય સચિવ ડૉ.જે.એન.સિંધે જણાવ્યું હતું.

મુખ્ય સચિવશ્રીએ કહ્યું હતું કે, સમગ્ર દેશમાં સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમને વધુ સુદ્રઢ બનાવવા કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા 'મિશન ઇન્દ્રધનુષ 'નું વર્ષ ૨૦૧૪થી અમલીકરણ કરવામાં આવ્યું છે. મિશન ઇન્દ્રધનુષનો ઉદેશ દેશના તમામ બાળકોને તેઓના પ્રથમ વર્ષ દરમ્યાન, બે વર્ષથી નાની ઉમરના બાળકો અને સગર્ભા સ્ત્રીઓને સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ અંતર્ગત આવરી લેવાનો છે.

રાજ્યમાં જન્મથી તરૂણાવસ્થા સુધીનું એકપણ બાળક તેમજ સગર્ભા માતા રસીકરણ વિના રહી ન જાય તે જોવાની આપણા સૌની નૈતિક ફરજ છે. આ માટે શહેરી અને ગ્રામ્ય વિસ્તારની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનો પણ સહયોગ લેવો જોઇએ. આ રસીકરણ કાર્યક્રમ અંગે લોકોમાં વધુ જાગૃતિ લાવવા ટી.વી. ચેનલ અને એફ.એમ.રેડિયો જેવા માધ્યમોનો પણ ઉપયોગ કરવા મુખ્ય સચિવશ્રીએ સુચન કર્યુ હતું.

આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ.જયંતિ રવિએ જણાવ્યું હતું કે, રાજ્યમાં સાર્વત્રિક રસીકરણ અભિયાનને વધુ પરિણામલક્ષી બનાવવા આ અભિયાન સાથે જોડાયેલા તમામ ડૉકટર્સ, હેલ્થ વર્કર્સ અને આશાબહેનોને સેટકોમના માધ્યમથી તાલિમબદ્ધ કરવામાં આવી રહ્યા છે. સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ અંતર્ગત રાજ્યમાં સગર્ભા માતાઓને તથા જન્મથી તરુણાવસ્થા સુધીના તમામ લાભાર્થીઓને રસીકરણની સેવાઓ પૂરી પાડવામાં આવે છે. રસીકરણથી અટકાવી શકાય તેવા ધનુર, ઝેરી કમળો, પોલિયો, ક્ષય, ડીપ્થેરીયા, ઉટાટીયું, હીબ બેકટેરિયાથી થતા ન્યુમોનિયા તેમજ મગજનો તાવ જેવા રોગો અને ઓરી જેવા ઘાતક રોગો સામે રાજ્યમાં ખુબજ અસરકારક કામગીરી કરવામાં આવી છે. આ તમામ રોગો અટકાવવા માટે રાજ્યના દરેક ગામ તેમજ શહેરી વિસ્તારોમાં સુનિિ?ત દિવસે તેમજ તમામ આરોગ્ય સંસ્થાઓ ખાતે દર સોમવારે મમતા દિવસનું આયોજન કરી રસીકરણની સેવાઓ નિૅંશુલ્ક પૂરી પાડવામાં આવે છે.

ડૉ.રવિએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં રસીકરણની ગુણવત્તા સુધારવા ટોલ ફ્રી નંબર ૧૮૦૦પ્ર૨૩૩૦પ્ર૧૮૦૦ શરૂ કરવામાં આવ્યો છે, જેથી કોલ્ડ ચેઇનના જરૂરી સાધનોનું  તુરંત સમારકામ થઇ શકે. રાજયના ૨૧૪૦ થી વધુ કોલ્ડ ચેઇન પોઇન્ટ ઉપર ઇ- વીન ( eVIN)  પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો છે. જેથી રસીના જથ્થાનું યોગ્ય મેનેજમેન્ટ થઇ શકે. ઉપરાંત દરેક રસી નિયત તાપમાને જળવાય તે હેતુસર ૨૨૫૬ ટેમ્પરેચર ડેટા લોગર લગાવવામાં આવ્યા છે? રાજ્યમાં ણ્પ્ત્લ્ અને TECHO+ દ્રારા ઈમ્યુંનાઈઝેશન કવરેજનું  સતત મોનીટરીંગ કરવામાં આવે છે તેમપણ તેમણે ઉમેર્યુ હતું.

આ સમીક્ષા બેઠકમાં શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મુકેશ પુરી, આરોગ્ય કમિશનર શ્રી જયપ્રકાશ શિવહરે, આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ, તબીબો તેમજ સેવા સંસ્થાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

(11:43 am IST)
  • જળ વિદ્યુત શક્તિનું ઉત્પાદન આ વર્ષે રેકોર્ડ બ્રેક 16 ટકા વધુ થયેલ છે access_time 10:02 pm IST

  • આતંકીઓની જમ્મુ-કાશ્મીરને ધણધણાવાના પ્રયત્નોઃ રાજૌરીમાં આઇઇડી મળતા સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું : ત્રાસવાદીઓની એક વાર ફરી નાપાક પ્રયત્નો સામે આવ્યા છે : આર્મીની રોડ ઓપનિંગ પાર્ટીએ રાજૌરીમાં આઇઇડી જપ્ત કર્યોઃ સેનાનો બોમ્બ નાશક જુથ ઘટનાસ્થળે પહોંચી ચૂંકયું છે. access_time 3:56 pm IST

  • નેપાળ ધણધણી ઉઠ્યું : 7,9ની તીવ્રતાનો ભૂકંપ : દિલ્હી-એનસીઆર અને લખનૌ સહીત ઉત્તર ભારતમાં આંચકા અનુભવાયા access_time 8:06 pm IST