Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

આજે પ્રદેશ કોંગ્રેસની મહત્વની બેઠક

વિવિધ મુદે રૂપાણી સરકાર વિરૂધ્ધ યોજાશે વિરોધ પ્રદર્શનો : અહેમદભાઇ પટેલ અને અશોક ગેહલોતની હાજરીમાં યોજાશે વિરોધ કાર્યક્રમો

અમદાવાદ તા. ૧૯ :.. ગુજરાત વિધાનસભામાં અડધો અડધ બેઠકો પર જીત હાંસલ થતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં નવો સંચાર થયો છે. આજે પ્રદેશ કાર્યાલય ખાતે મહતવની બેઠક મળશે જેમાં પ્રદેશના ટોચના નેતાઓ ઉપસ્થીત રહેેશે. રૂપાણી સરકારને ઘેરવા તુર્તમાં રાષ્ટ્રીય નેતા અહેમદભાઇ પટેલ ત્થા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોની ઉપસ્થીતીમાં વિરોધ પ્રદર્શનો યોજવા નિર્ણય લેવાય તેમ મનાય છે.

હવે કોંગ્રેસ પણ આર્થિક મંદી સહિતના મુદે મોદી-ભાજપ સરકારને ઘેરવા રણનીતિ ઘડી રહી છે. મંગળવારે અમદાવાદમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓની એક બેઠક મળી રહી છે જેમાં વિશાળ વિરોધ પ્રદર્શન કરવા કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવશે.

ગુજરાતમાં પેટાચૂંટણીમાં ત્રણ બેઠકોમાં જીત હાંસલ કર્યા બાદ કોંગ્રેસમાં નવા પ્રાણ ફુંકાયા છે. આ ઉરાંત તલાલાના ધારાસભ્ય જશા બારડનું ય સસ્પેન્શન રદ થતાં સુષુપ્ત અવસ્થામાં મુકાયેલી ગુજરાત કોંગ્રેસ હવે ભાજપ સરકાર સામે રાજકીય બાથ ભિડવા તૈયાર થઇ છે.

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની સુચનાથી દેશભરમાં મોદી સરકાર સામે ધરણાં વિરોધ પ્રદેશન શરૂ થયા છે. ગુજરાતમાં ય છેલ્લા ત્રણ દિવસથી જિલ્લા મથકોએ કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરીને ભાજપ સરકારને ઘેરી છે. હવે રાજયકક્ષાએ એક વિશાળ રેલી-વિરોધ પ્રદર્શન કરવા આયોજન કરવામાં આવ્યુ છે જેમાં ગુજરાત કોંગ્રેસે સાંસદ અહેમદ પટેલ ઉપરાંત રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને આમંત્રણ આપવા નકકી કર્યુ છે.

મંગળવારે મળનારી બેઠકમાં કોંગ્રેસના નેતા-ધારાસભ્યોને જવાબદારી સોંપવામાં આવશે. કોંગ્રેસે અમદાવાદમાં ભાજપ સરકાર વિરૂધ્ધ કાર્યક્રમ આપવા તૈયારી કરી છે.

(11:41 am IST)