Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

જૂની પેંશન યોજના લાગુ કરો :રાજ્ય અને કેન્દ્રના કર્મચારીઓનું આંદોલન :ગાંધી આશ્રમમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ ઉમટ્યા

અમદાવાદ: રાજ્ય અને કેન્દ્ર સરકારના કર્મચારીઓ દ્વારા છેલ્લા કેટલાક સમયથી જૂની પેંશન યોજના લાગુ કરવાની ઉગ્ર માંગ કરવામાં આવી છે અનેક રજૂઆતો છંતા તેનું નિરાકરણ ન આવતા હવે આ કર્મચારીઓ સરકાર સામે આંદોલનના માર્ગે છે, પશ્વિમ રેલવે કર્મચારી જૂની પેંશન યોજના સંગઠનના નેજા હેઠળ ગાંધી આશ્રમમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ પહોંચ્યાં હતા અને અહીથી તેમને આંદોલનની શરૂઆત કરી છે

 , અહી ગુજરાત સિવાય મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાંથી પણ કર્મચારીઓ પહોંચ્યાં હતા, મોટી સંખ્યામાં ભેગા થયેલા કર્મચારીઓએ ન્યૂ રેલવે કોલોની, સાબરમતિમાં એક સભા પણ કરી હતી, જ્યાં 2004થી લાગુ થયેલી (એનપીએસ) નેશનલ પેંશન સ્કીમ નાબૂદ કરીને જૂની સ્કીમ લાગુ કરવા માંગ કરવામાં આવી છે.

(11:30 am IST)
  • આધાર કાર્ડ સાથે ૨૯.૩૦ કરોડ પાનકાર્ડ લીન્ક થઈ ચૂકયા છે : સંસદમાં મોદી સરકારની જાહેરાત access_time 1:01 pm IST

  • રાજસ્થાનની શહેરી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં અત્યાર સુધીમાં કોંગ્રેસે ૯૬૧ બેઠકો જીતી પ્રચંડ વિજય મેળવ્યો છે. ભાજપ બીજા નંબરે ૭૩૭ વોર્ડોમાં જીતી છે .ચૂંટણી પંચે મોડી સાંજે જાહેર કર્યું છે. access_time 6:45 pm IST

  • સાવરકરને ભારતરત્ન આપવો જોઈએ : અનેકવિધ અટકળો પછી શિવસેનાના સંજય રાઉતે જાહેર કર્યું છે કે વીર સાવરકરને ભારત રત્ન આપવાની વાતને તેઓ આજે પણ સમર્થન કરે છે,શિવસેનાએ ઢંઢેરામાં આ વાતનું વચન આપવામાં આવેલ access_time 9:06 pm IST