Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

થરાદના ભાપી ગામે ખેતરમાં સુતેલા ખેડૂત પર ભૂંડનો હુમલો :ગંભીર ઇજા

ભુંડ હડકાયું હોવાની દહેશતથી ગામમાં ફફડાટ સાથે અફરાતફરીનો માહોલ

થરાદના ભાપી ગામના ખેડુત પટેલ મેઘજીભાઇ કાનજીભાઇ રાત્રે પોતાના ખેતરમાં સુતેલા હતા. દરમ્યાન મધરાતે તેમના ખેતરમાં એક ભુંડ આવતાં તેને કાઢવા જતા  ભુંડે તેમના પર હુમલો કરતાં પગે ગંભીર ઇજાઓ થવા પામી હતી. કદાવર ભુંડના હુમલાના કારણે મેઘજીભાઇને ઇજાઓ થતાં સારવાર અર્થે મધરાતે બે વાગ્યે શહેરની ખાનગી હોસ્પીટલમાં ખસેડાયા હતા

   બનાવની આજુબાજુના ખેડુતોને જાણ થતાં તેઓ ભુંડને ખદેડવા માટે જતાં વિફરેલું ભુંડ તેમની પણ પાછળ પડ્‌યું હતું ભુંડ હડકાયું હોવાની દહેશતથી ગામમાં ફફડાટ સાથે અફરાતફરીનો માહોલ ફેલાયો હતો અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં ભુંડે થરાદના પીલુડામાં એક વિધાર્થી અને અન્ય ગ્રામજનો પર પણ હુમલા કરીને ભારે આતંક અને ભયનો માહોલ મચાવ્યો હતો

(11:21 pm IST)