Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

બે શખ્સોની પાંચ વાહન સાથે ધરપકડ કરાઈ : વધુ તપાસ

એસઓજીની ટીમની મોડસ ઓપરેન્ડી : મણિનગર, ઈસનપુર, દરિયાપુર અને ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન ગુનાનો ભેદ ઉકેલ્યો : વધુ પુછપરછ શરૂ

અમદાવાદ,તા.૧૯ :  અમદાવાદ શહેરમાં દરરોજ ચોરીના બનાવમાં વધારો થઈ રહ્યો છે. ચોરોને જેમકે કોઈની બીક જ રહી નથી તેમ ચોરી કર્યા બાદ ત્યાથી ફરાર થઈ જાય છે. અમદાવાદ શહેરમાંથી ધણા સમયથી નાસતા ફરતા બે રીઢા ચોરોને પકડીને તેમની પાસેથી પાંચ વાહનો પણ એસઓજી ક્રાઈમે કબ્જે કર્યા હતા. અન્ને મળતી માહિતી મુજબ એસઓજીની ટીમ જ્યારે પેટ્રોલીંગ પર હતી ત્યારે બાતમીના આધારે આરોપી અહેમદ સમશેરઅલી અંસારી (રહે. વટવા, અમદાવાદ) અને સલમાન સકીલ મીરઝા (રહે. વટવા, અમદાવાદ)નાઓને નારોલ વિસ્તારમાંથી ઝડપી પાડ્યા છે. એસઓજીની ટીમે નારોલ આક્રુતિ ફ્લેટ પાછલ આવેલ ખુલ્લા ખેતરમાં ઝાળીઓમાં સંતાડેલ પાંચ વાહનો અંગે આરોપીઓને પુછપરછ કરતા તેમની પાસે કાગળો કે આરસીબુક નહી હોવાનું જણાવ્યું હતું. પાંચેય વાહનોની કિંમત આશરે ૯૦ હજાર બહાર આવી છે. આરોપીની વધુ પુછપરછ કરતા આરોપી અંસારી આજથી સવા વર્ષ પહેલા મણિનગર શાહઆલમ દરગાહ ટોલનાકા પાસેથી એક એકટીવા, એકાદ વર્ષ પહેલા ઈસનપુર ચંડોળા ગરીબનવાઝ મસ્જીદ પાસેથી એકટીવા, અગીયારેક માસ અગાઉ મણીનગર કાંકરીયાના પાસેથી હિરો હોન્ડા પેશન પ્લસ, આઠેક મહિના અગાઉ છીપાવાડ મોટા બમ્બા પાસેથી એક એકટીવાની ચોરી કરી હોવાનું જણાવ્યું હતું. આરોપી થોડા દિવસ વાહન ચલાવતો હતો અને બંધ થઈ જાય ત્યારે તેની ત્યા જ મુકીને જતો રહેતો હતો. આજથી છ એક મહિના અગાઉ ફરીથી ઈસબપુર બ્રિજ નીચે રેન બસેરાની બાજુમાં આવેલ પાર્કિંગમાંથી એક એક્ટીવા આજથી ચારેક મહિના અગાઉ આરોપી અંસારી અને સલમાન અને તેમનો મિત્ર આસીફ દરીયાપુર, ડબગવાડ ખાતે હેરઆર્ટની દુકાન આગળથી એક હિરો હોન્ડા પેશન પ્લસ બાઈકની ચોરી કરેલાની કબુલાત કરી હતી. આરોપીઓના મણીનગરમાં ૨, ઈસનપુરમાં ૨, દરીયાપુરમાં ૧ અને ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન ૧ એમ વાહન ચોરીના અલગ અલગ ગુન્હાઓના ભેદ ઉકેલાયો હતો. આરોપી અંસારી અગાઉ પણ મણીનગર પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીના ગુનામાં પકડાયેલ છે.

(10:06 pm IST)