Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

જંબુસરમાં હડકાયેલા કૂતરાઓના આતંકથી લોકો પરેશાન :રોજના 5થી 7 કરડવાના કેસ

હોસ્પીટલમાં જ ઇન્જેક્શન ના હોવાથી દર્દીઓની હાલત કફોડી

જંબુસર:શહેરમાં કુતરાઓના ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે રોજના પાંચ થી સાત કેસો કૂતરા કરડવાના બનતા ભોગ બનનાર જંબુસર રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવે છે. પરંતુ હોસ્પીટલમાં જ ઇન્જેક્શન ના હોવાથી દર્દીઓની હાલત કફોડી બનવા પામી છે.

 જંબુસર આરોગ્ય ખાતાની લાપરવાહીના પગલે ગામના ગરીબ વર્ગના લોકોને ખાનગી મેડિકલ સ્ટોરમાંથી મોંઘા ભાવે ઇન્જેક્શન ખરીદી મુકાવવાનો વારો આવ્યો છે.

  જંબુસર તાલુકાના ખાનપુર ગામે પણ કેતલા બાળકોને કુતરુ કરડતા જંબુસર રેફરલ હોસપિટલમાં લાવવામા આવ્યા હતા. પરંતુ હોસ્પીટલમાં જ ઇન્જેકસન ના મળતા લોકોમાં આક્રોસ ફેલાયેલો જોવા મળ્યો હતો.જંબુસરના લોકો આરોગ્ય ખાતુ આ બાબતે તુરંત દવા અને ઇન્જેકશનો ઉપલ્બ્ધ કરાવે તેવી માંગ કરી રહ્યા છે.

(9:38 pm IST)