Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

ભરૂચના કંથારીયા ગામ તળાવમાં પ્રદુષિત પાણી :દુર્ગંધથી લોકો ત્રાહિમામ :કલેક્ટરને કરી રજૂઆત

તળાવની સફાઈ માટે વારંવાર રજૂઆતો છતાં સફાઈ કરાતી નથી

ભરૂચ તાલુકાના કંથારીયાના ગામ તળાવમાં ગંદકી અને પ્રદૂષિત પાણીને કારણે દુર્ગંધથી આસપાસના વિસ્તારનું વાતાવણ પ્રદૂષિત રહે છે.ગામ તળાવની ગંદકીના સામ્રાજયને દુર કરવા માટે કંથારીયાના જાગૃત નાગરીક પટેલ સુલેહ ગુલામ એહમદ ઉમરજીએ ભરૂચ જિલ્લા કલેકટર સહિત ડીડીઓ, ટીડીઓને રજૂઆત કરી છે.

 ભરૂચ તાલુકાના કંથારીયામાં આવેલ ગામ તળાવ ગંદકી અને પ્રદૂષિત પાણીના કારણે ગામનું તેમજ આસપાસના રહેણાંક વિસ્તારોનું વાતાવરણ બારેમાસ પ્રદૂષિત રહે છે. સુજલામ સુફલામ યોજના હેઠળ ખોદકામ કરાવી પાણીના સંગ્રહ માટે તૈયાર ગામ તળાવો કરવામાં આવેલ. પરંતુ કંથારીયાના ગામના તળાવની સફાઈ માટે વારંવાર રજૂઆતો છતાં સફાઈ કરાતી નથી, તેમજ આ અંગે તપાસ કરવાની તસ્દી લેવામાં આવી નથી.

(9:35 pm IST)