Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

ભરૂચમાં ગેરકાયદે બાંધકામ મામલે હોટલ એપલ ઇનના બે માળ સીલ :જાગૃત નાગરિકની ફરિયાદ બાદ કાર્યવાહી

હોટલ સંચાલકોએ મંજૂરી વગર ચોથા માળનું બાંધકામ શરૂ કરતા વિવાદ છેડાયો હતો.

ભરૂચના સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલ હોટલ એપલ ઇનના માલિકે પરવાનગી વગર જ ચોથો અને પાંચમો માળ બાંધી દેતા તેની સામે થયેલી ફરીયાદને આધારે આખરે બૌડાએ હોટલની ઉપરના બે માળને સીલ કરી દેતા ખળભળાટ મચી ગયો છે .

  મળતી વિગત મુજબ 'હોટલ એપલ ઇન'ને ગ્રાઉન્ડ ફલોર તથા ત્રણ માળના બાંધકામની મંજૂરી મળી હતી. જાકે હોટલ સંચાલકોએ મંજૂરી ઉપરવટ જઇ ચોથા માળનું બાંધકામ શરૂ કરતા તેની સામે વિવાદ છેડાયો હતો. એક જાગૃત નાગરિક રાજુ પંડિતે ચોથા માળના બાંધકામ સામે બૌડામાં ફરિયાદ કરતા બૌડાએ તત્કાલીન ધોરણે બાંધકામને અટકાવ્યું હતું. જેની સામે હોટલ સંચાલકોએ બૌડામાં બાંધકામની મંજૂરી માંગી હતી.

(9:22 pm IST)