Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

કર્મચારી રાજય વીમા નિગમ ઓફિસના ડેપ્યુટી ડાયરેકટર મહાદેવ મીના પાંચ હજારની લાંચમાં ઝડપાયાઃ ફેકટરી બંધ હોવાનું પ્રમાણપત્ર આપવા માટે લાંચ માગેલી

રાજકોટઃ  અમદાવાદની રાજય વીમા નિગમની કચેરીના ડેપ્યુટી ડાયરેકટર મહાદેવ મીના સામે એક જાગૃત નાગરિક દ્વારા તેમની સને. ર૦૧ર થી ફેકટરી બંધ હાલતમાં હોય અને સને. ર૦૦૭ થી  ર૦૧ર સુધીના બાકી નીકળતા ચુકવણા માટે ૮૧,પ૦૦ નો ડ્રાફટ બનાવી ફેકટરી બંધ હોવાનું  પ્રમાણપત્ર આપવા માટે રૂ. પ૦૦૦ ની લાંચ લેતા ગાંધીનગર એસીબી પી.આઇ. ડી.વી.પ્રસાદે ગાંધીનગર એસીબીના મદદનીશ નિયામક એ.કે.પરમારના સુપરવિઝન હેઠળ આરોપીને તેની જ ઓફીસમાંથી લાંચ લેતા ઝડપી લીધા હતા.

ફરીયાદીના આરોપ મુજબ આરોપીએ ઉકત કામગીરી માટે પ્રથમ દશ હજારની માગણી કરેલ ત્યારબાદ રકઝકના અંતે રૂ.. પ૦૦૦ નકકી કરવામાં આવેલ. ફરીયાદીના કથન મુજબ તેણે આરોપીને આરોપીની માગણી મુજબ લાંચ ન આપવી હોય એસીબીમાં ફરીયાદ કરેલ. જે ફરીયાદના આધારે રૃા.પ૦૦૦ ની લાંચ આરોપીએ સ્વીકારતા એસીબી દ્વારા ગુનો દાખલ કરવામાં આવેલ છે.  આમ એસીબી વડા કેશવકુમારના માર્ગદર્શનમાં મોટા માથાઓને સંકજામાં લેવાનું અભિયાન ઝડપભેર આગળ વધી રહ્યું છે.

(9:18 pm IST)