Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

અમદાવાદમાં શિયાળાની શરૂઆતમાં જ રોગચાળો વકર્યો ;પાણીજન્ય રોગના આંકડામાં વધારો

ઠંડીની સીઝનની શરૂઆત થઈ છે ત્યારે અમદાવાદ શહેરમાં રોગચાળામાં યથાવત્ જોવા મળી રહ્યો છે. શહેરમાં પાણીજન્ય રોગોના આંકડાઓની સંખ્યામાં વધારો થયેલો જોવા મળી રહ્યો છે ચાલુ વર્ષે 527 કેસ અને 29 મોત થયા છે.

  છેલ્લા 17 દિવસમાં રોગચાળોના આંકડા જોઈએ તો  ઝેરી મલેરિયા—21 કેસ, સાદા મલેરિયાના 83 કેસ ડેન્ગ્યુ-૮૦ કેસ, ચિકનગુનિયાના 3 કેસ અને ઝાડ-ઉલટી-171 કમળાના-104 કેસ તેમજ ટાઇફોઇડના 167 કેન નોંધાયા છે.

  બીજીતરફ સ્વાઇનના 27 કેસ નોધાયા છે. તંત્ર આ અગે કામગીરી કરતુ હોવાનો દાવો કરે છે. પણ તેમ છતાં પરિસ્થિતિ અલગ જોવા મળી રહી છે.

(9:07 pm IST)