Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

આણંદ રૂરલ પોલીસે બાતમીના આધારે વઘાસીમાંથી 16 પેટી દારૂના જથ્થા સાથે બુટલેગરની ઝડપ કરી

આણંદ:રૂરલ પોલીસને સાંજના સુમારે હકિકત મળી હતી કે, વઘાસીના પાતોળપુરા, જે. કે. પાર્ક પાછળ પોતાની સાસુ સાથે રહેતા ચંદનસિંહ જશવંતસિંહ પરમારે બાજુનું મકાન ભાડે રાખીને વિદેશી દારૂનું વેચાણ ચાલુ કર્યું છે જેના આધારે પોલીસે છાપો મારતાં મકાનના ઉપલા માળે છુપાવી રાખેલો ૧૬ પેટી વિદેશી દારૂ કે જેની કિંમત ૯૬ હજાર રૂપિયા જેટલી થવા જાય છે તે મળી આવ્યો હતો. પોલીસે ચંદનસિંહની ધરપકડ કરીને તેના વિરૂધ્ધ પ્રોહિબિશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી હતી. 

(5:14 pm IST)