Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

સુરતમાં ધમધમતા જુગારધામ પર પોલીસના દરોડા:20ની ધરપકડ: 16 લાખનો મુદામાલ જપ્ત કરાયો

સુરત: શહેરમાં વિવિધ વિસ્તારમાં ચાલત ત્રણ જુગારધામ પર પોલીસે રેડ પાડીને જુગાર રમતા ૨૦ વ્યકિતને પોલીસે પકડી કુલ રૂ.૧૬.૬૩ લાખનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. 

ઉધના પોલીસને બાતમી મળી કે, ઉધનાના બીઆરસી ચાર રસ્તા પ્રભુનગરમાં દુર્ગા માતના મંદિર નજીક જાહેરમાં જુગાર રમે છે. જે આધારે પોલીસે ગઇકાલે બપોરે છાપો મારી છને ઝડપી રોકડ અને મોબાઇલ મળીને કુલ રૂ.૧,૦૯,૦૪૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બીજા બનાવમાં ગોડાદરામાં મહારાણા ચાર રસ્તા પાસે અંબિકા હાઇટસમાં ચાલતા જુગારધામ પર પોલીસે છાપો મારી જુગાર રમતા દશ જુગારીઓને ઝડપી રોકડા રૂ.૪,૨૪,૨૧૦, ૧૦ નંગ મોબાઇલ અને વાહનો મળી કુલ રૂ.૧૪,૯૦,૭૧૦ મુદ્દામાલ જપ્ત કર્યો તો. ત્રીજા બનાવમાં અલથાણ ગાર્ડનની પાછળ હળપતિવાસમાં બાતમી આધારે રેડ પાડી જુગાર રમતા ચારને ઝડપી લીધા હતા. જયારે અજય માલીયો,ઉમેશ અને ચિન્ટુ ભાગી જતા વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસે કુલ રૂ.૧૫,૫૯૦ મુદામાલ કબ્જે લીધો હતો. 

 

(5:08 pm IST)