Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

મોડાસા બાયપાસ નજીક પોલીસ કર્મીના મકાનમાં તસ્કરોનો તરખાટ:તાળા તોડી ચોરીનો પ્રયાસ

મોડાસા:ના બાયપાસ માર્ગની મધુવન રેસીડેન્સી ફરી એકવાર તસ્કરોના નિશાન ઉપર આવી હતી. અને શનીવારની રાત્રે રેસીડેન્સીમાં ઉતરી આવેલ તસ્કરોએ જેના માથે પ્રજાની સુરક્ષાની જવાબદારી છે તેવા જ જિલ્લા પોલીસના બે કર્મી.ઓના મકાનોના  તાળા તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો.

જોકે પોલીસે ઘટના સ્થળે દોડી જઇને તપાસ હાથ ધરી છે.પરંતુ ચોરીની આ ઘટનાથી પંથકમાં તસ્કર ટોળકી સક્રિય થઈ રહી હોવાની દહેશત વ્યક્ત કરાઈ હતી. મોડાસાના બાયપાસ માર્ગે આવેલા રહીશોથી ભરચક મધુવન રેસીડેન્સીમાં શાળાના વેકેશન પુરા થાય તેના એક દિવસ પૂર્વે જ તસ્કર ટોળકી ઉતરી આવી હતી.

આ તસ્કરો રેસીડન્સીમાં આવેલ જિલ્લા પોલીસ વિભાગમાં ફરજ બજાવતા રાજુભાઈ અને વસંતભાઈ નામના બે પોલીસ કર્મી.ઓના બંધ મકાનને નિશાન બનાવી મુખ્ય દરવાજાના તાળાં તોડી અંદર પ્રવેશી ઘરવખરી રફેદરે કરી નાખી હતી.

(5:07 pm IST)