Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

કલોલમાં રખડતાં ઢોરોનો આતંક: નાગરિકોને શીંગડા મારતા આક્રોશ જોવા મળ્યો

કલોલમાં: રખડતાં ઢોરોનો આતંક વધી જતાં નાગરિકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. પૂર્વ વિસ્તારમાં ભાઈબીજ અને ત્યારબાદ પણ રખડતાં ઢોરોએ દસ જેટલા નાગરિકોને શિંગડા ભરાવી ઘાયલ કરી દેતાં લોકોમાં રોષ ફાટયો છે. નગરપાલિકા તંત્ર દ્વારા પણ રખડતાં ઢોર પકડવાની વ્યવસ્થા કરવામાં આવતી નથી. જેથી લોકોમાં આક્રોશ જોવા મળી રહયો છે. 

કલોલના જાહેર માર્ગો પર રખડતાં ઢોરોનો આતંક વધી ગયો છે. જાહેર માર્ગો પર રખડતી ગાયો અને આખલાઓ નિર્દોષ નાગરિકોને શિંગડા ભરાવી ઘાયલ કરી રહયા છે તેમ છતાં પણ તંત્રના પેટનું પાણી હાલતું નથી. કલોલના પૂર્વ વિસ્તારમાં ભાઈબીજ અને ત્યારબાદ પણ રખડતાં ઢોરોએ દસ જેટલા નાગરિકોને શિંગડા ભરાવી ઘાયલ કરી દીધા હતા. શારદા સર્કલ અને બોરીસણા રોડ ઉપર તેમજ શહેરના અન્ય જાહેર માર્ગો ઉપર ગાયોનો અડીંગો જામે છે. રખડતાં ઢોરોના આતંકથી સૌથી વધારે પૂર્વ વિસ્તારના નાગરિકો ઘાયલ થયા છે. 

(5:04 pm IST)