Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

રાજકોટથી રીક્ષા લઇ વડોદરામાં મોબાઈલની ચોરી કરનાર ટોળકી પોલીસના સકંજામાં

વડોદરા:રાજકોટથી રિક્ષા લઇને વડોદરા આવી ભીડવાળા વિસ્તારોમાં જઇને મોબાઇલ ફોન ચોરી કરતી ટોળકીને એસ.ઓ.જી. એ ઝડપી પાડી ૪૧ મોબાઇલ ફોન કબ્જે લીધા છે.

આ અંગેની વિગત એવી છે કે, રાજકોટની મોબાઇલ ચોર ટોળકી વડોદરામાં ગુનાઓ કરવા આવી હોવાની માહિતીના આધારે પોલીસે સયાજીગંજ એસ.ટી. ડેપો પાસે વોચ ગોઠવીને ત્રણ શકમંદો (૧) આકાશ ઉર્ફે રાજેશ લાભુભાઇ સોલંકી (રહે. રાજકોટ થોરડા પોલીસ સ્ટેશન પાછળ ગાભાવાળા ઝુંપડપટ્ટી ભાવાનગર રોડ રાજકોટ) (૨) સુનિલ મનસુખભાઇ સોલંકી (રહે. રાજકોટ મુનારીવાવ આજી ડેર પાસે રાજકોટ) (૩) પ્રકાશ ઉર્ફે મેન્ટલ મનસુખભાઇ સોલંકી (રહે. ગોંડલ સરકારી હોસ્પિટલ પાછળ નદી વિસ્તાર તા.ગોંડલ જિ.રાજકોટ) અને (૪) ડ્રાયવર સુનિલ ઉર્ફે સન્ની રામજીભાઇ મકવાણા (રહે. ગોંડલ)ને ઝડપી પાડયા હતાં. શકમંદો પાસેથી ૧૬ મોબાઇલ ફોન કિંમત રૃપિયા ૧.૬૧ લાખ તથા રિક્ષા કબ્જે લીધા છે.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં શકમંદોએ જણાવ્યું હતું કે શહેરનાં ભૂતડીઝાંપા શુક્રવારી બજાર, કારેલીબાગ, સયાજીગંજ, રેલવે સ્ટેશન, એસ.ટી. ડેપો તેમજ ધર્મજ મેળામાંથી ગ્રાહકોની નજર ચૂકવીને મોબાઇલ ફોન ચોરી કર્યા હતા.

 

(5:01 pm IST)