Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

અમદાવાદના જુના વાડજમાં મહિલા કોન્સ્ટેબલના પતિએ પાડોશીને માર મારતા ફરિયાદ

અમદાવાદ:જુના વાડજમાં મહિલા કોન્સ્ટેબલને સંતાન હોવાથી તેના પતિને અપશબ્દો કહીને પડોશીઓે મારઝુડ કરી હતી. જેમાં તેના ખભા પર ફ્રેકચર થયું હતું. બીજીતરફ પડોશી મહિલાએ તેમની પુત્રવધુને મારઝુડ કરી ધમકી આપનારા કોન્સ્ટેબલના પતિ સામે ફરિયાદ નોંધાવી હતી. આમ વાડજ પોલીસ સ્ટેશનમાં બન્ને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત મુજબ જુના વાડજમાં રમેશપાર્ક સોસાયટીમાં શારદાબહેન પટેલ તેમના પુત્ર અનિલ અને પુત્રવધુ વેબલબહેન સાથે રહે છે. નેહલબહેન પોલીસ વિભાગમાં ફરજ બજાવે છે.

 અનિલભાઈને સંતાન ન હોવાથી સોસાયટીમાં રહેતા ભરત પટેલએ તેને અપશબ્દો કહ્યા હતા. શારદાબહેને અપશબ્દો ન બોલવા કહેતા અન્ય પડોશી પ્રદીપ શાહ અને કિન્નરીબહેન ગાળો બોલવા લાગ્યા હતા અને અનિલને ધક્કો માર્યો હતો. જેમાં અનિલભાઈને ખભા પર ફેક્રચર થયું હતું. આ અંગે શાતદાબહેને પ્રદીપ શાહ, ભરત પટેલ અને કિન્નરીબહેન સામે વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

(4:59 pm IST)