Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

સુરતની સ્મીમેર હોસ્પિટલની લિફ્ટમાં સગર્ભા ,દર્દી અને 108ના કર્મચારીઓ ફસાયા;દોડધામ

ફાયર બ્રિગેડે દરવાજો તોડીને 50 મિનિટ લિફ્ટમાં ફસાયેલા છ લોકોને હેમખેમ બહાર કાઢ્યા

સુરતની હોસ્પિટલમાં લિફ્ટમાં સગર્ભા,108ના કર્મચારી સહિત છ ફસાઈ જતા ફાયર બ્રિગેડે રાત્રે દરવાજો તોડી ૫૦ મિનિટ સુધી લિફ્ટમાં ફસાયેલા ૬ લોકોને હેમખેમ બહાર કાઢ્યા હતા સગર્ભાને સ્ટેચર સાથે લિફ્ટમાંથી બહાર કાઢી હતી

 આ અંગે મળતી વિગત મુજબ સુરતની સ્મીમેર હોસ્પિટલની પાંચ નંબરની લિફ્ટમાં મોડી રાત્રે ૬ લોકો ફસાઈ જતા ભાગદોડ મચી ગઈ હતી. સગર્ભા સહિત બે દર્દી તેમજ 108ના ૩ કર્મચારી અને એક દર્દીના સગા ૫૦ મિનિટ સુધી લિફ્ટમાં ફસાઈ જતા ફાયર ફાઈટરની મદદ માંગવામાં આવી હતી ફાયર બ્રિગેડની ટીમે તમામને લિફ્ટમાંથી હેમખેમ બહાર કાઢ્યા હતા.લિફ્ટમાં ફસાયેલી સગર્ભા મહિલાને સ્ટેચર સાથે બહાર કાઢી હતી.

  આ બનાવ બાબતે વિશાલ પરસાલા (108 EMT, નવજીવન)એ જણાવ્યું હતું કે, રાત્રીના ૧૧.૩૫ વાગ્યાનો વડોદ ગામ પાંડેસરામાં પ્રસૂતાની પીડાનો કોલ હતો. જ્યાંથી ૧૯ વર્ષના વર્ષાદેવી દિપકભાઇ શર્માને ૯માં મહિને પ્રસૂતાની પીડા ઉપાડતા તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં લિફ્ટની મદદથી સગર્ભા વર્ષાદેવી અને તેમના પરિવારના સભ્યોને પાંચ નંબરની લિફ્ટમાં ઉપર લઈ જવાતા હતા.ત્યારે અચાનક લિફ્ટ બંધ થઇ જતા દર્દી અને તેમના સગાઓમાં ગભરામણ ઉભી થઇ હતી.

 દર્દીઓની લિફ્ટમાં બે સ્ટેચર પર બે દર્દી, બે પાઇલોટ, એક EMT અને એક દર્દીના સગા હતા. ૧૨.૨૩ વાગ્યાના લિફ્ટમાં ફસાયા હતા. કોઈ પણ મદદે આવ્યું ન હતું. જેથી સૂઝબૂઝ વાપરી તાત્કાલિક ફાયરમાં ફોન કરતા ફાયરના જવાનો દોડી આવ્યા હતા. અને લગભગ ૫૦ મિનિટ બાદ તમામને બહાર કઢાયા હતા.

(12:43 pm IST)