Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

મગફળી ખરીદી પ્રક્રિયા ખૂબ ધીમી, અસંતોષના ‘ફોતરા' ઉડાડતા સંધાણી

સહકારી સંસ્‍થા મારફત જ ખરીદી કરવાનો ઠરાવ નાફેડની સામાન્‍ય સભાએ લીધેલ : રાજય સરકારે નાફેડની ગાઇડલાઇનને અનુસરવુ જોઇએ

રાજકોટ, તા. ૧૯ :  રાજય સરકારે નાગરિક પુરવઠા નિગમને કામગીરી સોંપી ટેક્ષના ભાવે મગફળી ખરીદવા શરૂ કરેલ કામગીરી ખુબ ધીમી હોવાની ટકોર નાફેડના ઉપાધ્‍યક્ષ અને ભાજપના અગ્રણી શ્રી દિલીપ સંધાણીએ કરી છે. તેમની આ ટકોરને સૂચક માનવામાં આવે છે. ગયા વખતે ગુકોમાસોલે સંતોષકારક કામગીરી કરી હતી. તેમ તેમનું કહેવું છે.

શ્રી સંધાણીએ જણાવેલ કે સહકારી સંસ્‍થા મરફત જ ખરીદી કરવી તેવો નાફેડની સામાન્‍ય સભાનો ઠરાવ છે આ ઠરાવ થયો તે વખતે સામાન્‍ય સભામાં હું હાજર હતો નહિ નાફેડના નીતિનિયમ મુજબ ખરીદી કેન્‍દ્રથી ૩૦ કિ.મી.ની મર્યાદામાં જ ગોડાઉન હોવું જોઇએ મગફળીની જાળવણી કરવા સમયાંતરે દવા છાંટવાની જવાબદારી જે તે ગોડાઉન માલિકને સંચાલકની છે. આજે નાફેડ અને રાજય સરકારના અધિકારીઓ વચ્‍ચે બેઠક યોજાયેલ છે તેમાં કોઇ ઉકેલ આવવાની આશા છે. હાલ સરકાર દ્વારા ચાલી રહેલી ખરીદી પ્રક્રિયા ખૂબ ધીમી હોવાથી ખેડૂતોને મુશ્‍કેલી થાય છે. સરકારે ખેડૂતોની લાગણી મુજબ ઝડપ વધારવી જોઇએ.

(12:26 pm IST)