Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

અમદાવાદમાં દર કલાકે ૨ અને રાજ્‍યમાં ૧૮ અકસ્‍માતોના બનાવો

ભયજનક રીતે વધી રહ્યા છે અકસ્‍માતની ઘટનાઓ : અકસ્‍માતોમાં ૪૯ ટકા વ્‍યકિતઓ ૩૦ વર્ષથી નાની ઉંમરના હોય છે

અમદાવાદ તા. ૧૯ : શહેરમાં દર ૩૦ મિનિટે એમ્‍બ્‍યુલન્‍સ અકસ્‍માતમાં ઘાયલ થયેલા એક વ્‍યક્‍તિને હોસ્‍પિટલ સુધી પહોંચાડે છે. જયારે રાજયમાં આ આંકડો ૯ છે. આ અકસ્‍માતોની ઘટનામાં ૪૯ ટકા વ્‍યક્‍તિઓ ૩૦ વર્ષથી નાની ઉંમરની હોય છે. આ આંકડો ૧૦૮ દ્વારા આપવામાં આવ્‍યો છે.

 

દરે વર્ષે નવેમ્‍બર મહિનાના ત્રીજા રવિવારે દુનિયાભરના લોકો માર્ગ અકસ્‍માતમાં મૃત્‍યુ પામેલા લોકોની યાદમાં રાખવામાં આવે છે. રેકોર્ડ મુજબ શહેરમાં માર્ગ અકસ્‍માતની ઘટનાઓ ચિંતાજનક છે. શહેરાના ટ્રાફિક બ્રાન્‍ચના અધિકારીએ ૨૦૧૭ના ડેટાથી જણાવ્‍યું કે, માર્ગ અકસ્‍માતની ઘટનામાં ૨૯૪ લોકો મૃત્‍યુ પામ્‍યા છે, જેમાંથી ૨૫૦ પુરુષો અને ૪૪ મહિલાઓ છે. જે એક મહિનમાં ૨૫ મૃત્‍યુની સરેરાશ થાય છે. શહેર પોલીસમાં ૧૯૧૪ અકસ્‍માતના કેસો નોંઘાયા છે. જે એવરેજ દર ૨૦ સેકન્‍ડમાં એક અકસ્‍માતનો કિસ્‍સો બને છે.

 

માર્ગ અકસ્‍માતોની સંખ્‍યા ઘટાડવા માટે શનિવારે સેન્‍ટર ફોર એન્‍વારનમેન્‍ટ એજયુકેશન (CEE) દ્વારા એક કોન્‍ફરન્‍સનું આયોજન કરવામાં આવ્‍યું હતું. CEEના ડિરેક્‍ટર કાર્તિકેય સારાભાઈએ જણાવ્‍યું કે, અમારો ટાર્ગેટ માર્ગ અકસ્‍માતો હાલની સંખ્‍યાથી ઘટાડીને અડધી કરવાનો છે. રસ્‍તાઓ સેફ રાખવા તે આપણી બધાની ફરજ છે. શહેરીજનોને ઈનોવેટિવ રીતે શિક્ષિત કરવા જરૂરી છે.

ટ્રાફિક (પમિ) DCP, સંજય ખારટે જણાવ્‍યું કે, રોડ મોનિટરિંગ સિસ્‍ટમ મહત્‍વપૂર્ણ બની શકે છે, પરંતુ ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટેનું યોગ્‍ય વલણ લોકોમાં હોવું પણ જરૂરી છે. તેમણે જણાવ્‍યું કે, આપણે કદાચ જાણતા હશું કે હવે હેલ્‍મેટ અથવા સીટ બેલ્‍ટ બાંધવાથી જરૂરી છે, પરંતુ હવે અમે ચાલકોને જાગૃત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે તેનાથી અકસ્‍માતની ઘટનામાં મૃત્‍યુની શક્‍યતા ઓછી થાય છે.

(10:50 am IST)