Gujarati News

Gujarati News

News of Tuesday, 19th October 2021

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ખાનગી કંપનીમાં નોકરી કરતી મહિલાના પતિને કામ આપવાની લાલચ આપી છેડતી થતા અરેરાટી મચી જવા પામી

અમદાવાદ: શહેરનાપૂર્વ વિસ્તારમાં છેડતીના બનાવો વધી રહ્યા હોવાથી મહિલાઓની સુરક્ષા જોખમાઇ રહી છે. નરોડા વિસ્તારમાં રહેતી અને ખાનગી કંપનીમાં નોકરી કરતી મહિલાને ઘરે બોલાવીને રિક્ષા ચાલકે છેડતી કરી હતી. પોલીસ તપાસમાં મહિલાએ  રિક્ષા ચાલકને બેકાર પતિ માટે રિક્ષા ચાલાવવા અપાવવાની વાત કરી હતી, બીજા દિવસે રિક્ષા ચાલકે રિક્ષા અપાવીને મહિલા ની આબરુ લેવાનો પ્રયાસ કર્યો હતો. નિકોલ પોલીસે રિક્ષા ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ કેસની વિગત એવી છે કે નરોડા   વિસ્તારમાં રહેતી ૪૦ વર્ષીય મહિલાએ નિકોલ પોલીસ સ્ટેશનમાં નિકોલ વિસ્તારમાં રહેતા વિક્રમ નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલા ખાનગી કંપનીમાં નોકરી કરતી હોવાથી તા. ૧૬ના રોજ નિકોલ વિસ્તારમાંથી ભાડાની રિક્ષામાં બેસીને ઘરે જઇ રહી હતી આ સમયે રિક્ષા ચાલકે હુ ંતમને ઓળખુ છુ તેમ કહેતા મહિલાએ વિશ્વાસ મૂકીને તેને વાત કરી હતી કે મારા પતિ હાલ બેકાર બેઠા છે તેમના માટે એક ભાડાની રિક્ષાની વ્યવસ્થા કરી આપવાની વાત કરી હતી.  જેથી યુવકે તેમના પતિને ભાડાની રિક્ષા અપાવવાની વાત કરી હતી જેને લઇને રિક્ષા ચાલકના મોબાઇલ પરથી પતિ સાથે વાત કરાવી હતી, બીજા દિવસે રિક્ષા ચાલક ફરિયાદી મહિલાના પતિને ભાડાની રિક્ષા ચલાવવા માટે આપી હતી, સાંજે મહિલા નોકરીથી છૂટીને જતી હતી ત્યારે રિક્ષા ચાલક તેમને  મળ્યો હતો અને તેમારા પતિને રિક્ષા ચલાવવા આપી છે કહીને ફરિયાદી મહિલાને તમારે મારા ઘરે આવવું પડશે તેમ કહીને તેના ઘરે લઇ ગયો હતો અને ઘરે એકલતાના લાભ લઇને મહિલાને શારીરિક અડપલાં કરીને છેડતી કરી હતી ત્યાંથી બુમાબુમ કરીને મહિલા ઘરે આવી ગઇ હતી ત્યારબાદ નિકોલ પોલીસ સ્ટેશનમાં રિક્ષા ચાલક સામે ગુનો નોધાવ્યો હતો.

(5:28 pm IST)