Gujarati News

Gujarati News

News of Tuesday, 19th October 2021

વડોદરામાં પોલીસ ચેકીંગ દરમ્યાન જુદા જુદા બે બનાવમાં નશો કરી કાર ચલાવતા ત્રણ શખ્સોને પોલીસે ઝડપી પાડયા

વડોદરા: શહેરમાં ગઇરાત્રે પોલીસના ચેકિંગ દરમિયાન બનેલા જુદા જુદા બે બનાવમાં નશામાં કાર હંકારનાર તેમજ દારૂની પાર્ટી કરનાર ત્રણ જણાને પોલીસે ઝડપી પાડયા છે.

સમા રોડના પંચમુખી મંદિર પાસે પોલીસે પાર્ક કરેલી એક કારને તપાસતા અંદર દારૂ પીધેલી હાલતમાં શિરીષ નટુભાઈ પારેખ (સિસલ એપાર્ટમેન્ટ, ભાયલી) અને સન્ની કિરણભાઈ પટેલ (વ્રજભૂમિ ફ્લેટ, વાસણા-ભાયલી રોડ) મળી આવ્યા હતા. પોલીસે કારમાંથી દારૂની બોટલ કબજે કરી હતી.

અન્ય એક બનાવમાં અકોટા ગાર્ડન પાસે માધવબાગ નજીક પોલીસે પૂર ઝડપે આવતી એક કારને આંતરી તપાસ કરતા કારચાલક જય સુરેશ રાવ વિચારે (કૌસ્તુભ પાર્ક,માંજલપુર) નશામાં જણાયા હતા. જેથી તેમની સામે દારૂ પી કાર ચલાવવા બદલ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી.

(5:22 pm IST)