Gujarati News

Gujarati News

News of Tuesday, 19th October 2021

વડોદરાના ગોરવા વિસ્તારમાં સ્કૂટર પર જતી મહિલાને રસ્તામાં આંતરી ખૂની હુમલો થતા ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી

વડોદરા: શહેરના ગોરવા વિસ્તારમાં વહેલી સવારે સ્કૂટર પર જતી એક મહિલાને રસ્તામાં આંતરી ખૂની હુમલો કરવાનું બનાવ બનતા પોલીસે હુમલાખોરની તપાસ હાથ ધરી છે.

નવાયાર્ડ વિસ્તારમાં રહેતા ઇલાબેને પોલીસને કહ્યું છે કે, ગઇકાલે વહેલી સવારે રાજકોટ પસાર થતી હતી ત્યારે ગોરવા રોડ રોઝ ગાર્ડન પાસે દિનેશ ઇશ્વરભાઇ પરમાર સત્યમ એપાર્ટમેન્ટ બાપુની દરગાહ સામે ગોરવા એ મને રોકી સ્કૂટર પરથી પાડી દીધી હતી.

દિનેશ સાથે સંબંધ રાખવાનો ઇનકાર કરતા તેણે મારા ઉપર ચાકુ વડે હુમલો કર્યો હતો. જેને કારણે મને પેટ છાતી અને જાંઘના ભાગે ઈજાઓ થઈ છે. ફતેગંજ પોલીસે હુમલાખોર સામે ગુનો નોંધ્યો છે.

(5:21 pm IST)