Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

ભરૂચમાં રાજ્યના પ્રથમ કોવિડ-19 સ્મશાનમાં છેલ્લા બે દિવસથી એકપણ મૃતદેહ અગ્નિ સંસ્કાર માટે આવેલ નથી

ત્રણ મહિના પછી કોવિડ સ્મશાનમાં છેલ્લા બે દિવસથી એકપણ મૃતદેહ નહીં આવતા મોટી રાહત

ભરૂચ ખાતે રાજ્યના પ્રથમ કોવિડ-19 સ્મશાનમાં સરેરાશ રોજના 5 કોરોના પોઝીટીવ મૃતકોના અગ્નિસંસ્કાર 8 સભ્યો જીવના જોખમે કરતા હતા.ત્રણ મહિના પછી કોવિડ સ્મશાનમાં છેલ્લા બે દિવસથી એક પણ મૃતદેહ ન આવતા ભરૂચ માટે રાહતના સમાચાર આવ્યા છે. બીજી નવરાત્રીએ જિલ્લાના એક માત્ર કોવિડ સ્મશાનમાં આજે ત્રણ મહિના પછી એક પણ મૃતદેહ અગ્નિ સંસ્કાર માટે આવ્યો નથી.ભરૂચ જિલ્લામાં કોવિડ-19 ના મૃતકોનો દર ઓછો થતા રાહતના સમાચાર છે પરંતુ લોકોએ જયાં સુધી રસી જયાં સુધી શોધાય નહિ અને કારગર નીવડે ત્યાં સુધી માસ્ક પહેરી બહાર નીકળવું ખૂબ અગત્યનું બની ગયું છે.હવે આ પરિસ્થિતિ ટકી રહે તે માટે ભરૂચના લોકો પ્રાર્થના કરી રહ્યા છે.

ભરૂચમાં કોરોનાએ માથું ઊંચકયા બાદ કોરોના દર્દીના અંતિમ સંસ્કારનો વિકટ પ્રશ્ન ઉભો થયો હતો. ત્યારે કોરોના પોઝીટીવ મૃતકોના અગ્નિસંસ્કાર કોઈ ગામના સ્મશાનમાં કે નદી કિનારો ગામલોકો કરવા મંજુર હતા નહિ આ પરિસ્થિતિમાં સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીએ મૃતદેહના અંતિમ સંસ્કાર કરવાની જવાબદારી ઉપાડી લીધી હતી.આજે શનિ અને રવિવારેના આ બે દિવસથી છેલ્લા ત્રણ મહિનાના લાંબાગાળા બાદ એક પણ મૃતદેહ આવ્યો ન હતો. એ ન માત્ર તંત્ર માટે ભરૂચના લોકો માટે પણ હાશકારો આપનારી વાત છે. બીજા નોરતે એક પણ મૃતદેહ ન આવતા લોકોએ આ સ્થિતિ ટકી રહે તે માટે પ્રાર્થના કરી છે.

(8:46 pm IST)